Bhavnagar : એરપોર્ટ જેવા આધુનિક એસટી બસ સ્ટેશનનું PM મોદી કરશે લોકાર્પણ, 18 પ્લેટફોર્મવાળા એસટી સ્ટેન્ડની છે અનેક વિશેષતા
આવતીકાલે ભાવનગરમાં બસ સ્ટેશનના લોકાર્પણની સાથે સાથે વિભાગીય કચેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમૂર્હૂત કરવામાં આવશે. ભાવનગરમાં (Bhavnagar) લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi ) આવી રહ્યા છે. જેને લઈને ભાજપના (BJP) કાર્યકરો, આગેવાનો અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે તે દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ભાવનગરમાં (Bhavnagar) અકવાડા લેક ફેસ 2નું ખાતમુહૂર્ત, ટાઉનહોલ, 11 કરોડના ખર્ચે બનેલા ન્યુ એસટી ડેપો (New ST Stand), 100 કરોડના ખર્ચે બનેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર, તળાજા ખાતે તૈયાર થયેલ નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ, નવાગામે ખાતે તૈયાર થયેલ કન્ટેનર અને તેના ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ થશે. તે પૈકી એસટી બસ સ્ટેન્ડ ખૂબ જ આધુનિક બનાવવામાં આવ્યું છે
શું છે આ એસટી સ્ટેન્ડની વિશેષતા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એસટી સ્ટેન્ડનું લોકાર્પણ કરવાના છે તે 11 કરોડ 10 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
- આ એસટી બસ સ્ટેન્ડ એરપોર્ટની જેમ એકદમ અદ્યતન બનવવામાં આવી છે.
- બસ સ્ટેન્ડ ખાતે ગુજરાતના જોવા લાયક સ્થળોની પિકચર ગેલેરી રાખવામાં આવી છે.
- નર્મદા જિલ્લામાં આવેલું પ્રખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની રેપ્લિકા પણ અહીં વિશેષ રીતે મૂકવામાં આવી છે.
- પ્રવાસીઓને આરામદાયક સુવિધા મળી રહે તે માટે વિશેષ લોન્જ, વેઇટિંગ એરિયા સહિતની તમામ સુવિધાઓ આ આધુનિક બસ સ્ટેન્ડમાં છે.
- આ એસટી સ્ટેન્ડમાં 18 પ્લેટફોર્મ છે.
- એનાઉન્સ માટે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ
- મોબાઇલ ચાર્જિંગ પોર્ટ અને પ્રીમિયમ વેઇટિંગ રૂમ
- મુસાફરો માટે આરામદાયક બેન્ચીસ
- ફરવાલાયક સ્થળોની પિક્ચર ગેલેરી
- લેડિસ રેસ્ટ અને ચાઈલ્ડ કેર રૂમ
- મુસાફરો માટે કેન્ટિન અને મોલ
- દિવ્યાંગો માટે અલગ વોશરૂમ
ભાવનગરને મળશે વિવિધ વિકાસકાર્યોની ભેટ
આવતીકાલે ભાવનગરમાં બસ સ્ટેશનના લોકાર્પણની સાથે સાથે વિભાગીય કચેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમૂર્હૂત કરવામાં આવશે. ભાવનગરમાં (Bhavnagar) લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi ) આવી રહ્યા છે. જેને લઈને ભાજપના (BJP) કાર્યકરો, આગેવાનો અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યું છે. પીએમના હસ્તે 29 તારીખે ભાવનગરમાં સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ વિધિ થશે. પીએમના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણની યાદીમાં 4300 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ (CNG terminal port) હશે.
વડાપ્રધાન મોદી કરશે અઢી કિલોમીટર લાંબો રોડ શો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. તેમજ જવાહર મેદાન ખાતે ભવ્ય સભાને પણ સંબોધશે. વડાપ્રધાનના આગમનને લઇ અધિકારીઓ અને પદાધિકારીઓ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાવનગરમાં તેઓ 2.5 કિલોમીટરનો લાંબો રોડ શો કરશે. વડાપ્રધાનની ભાવનગર ખાતેની સભામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 2 લાખની જનમેદની લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.