Goa Assembly Election 2022: ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે થશે મતદાન, ભાજપ, કોંગ્રેસ ઉપરાંત TMC-AAP પણ મેદાનમાં

ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ રાવ સાથે વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રચાર કર્યો હતો.

Goa Assembly Election 2022: ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે આવતીકાલે થશે મતદાન, ભાજપ, કોંગ્રેસ ઉપરાંત TMC-AAP પણ મેદાનમાં
Goa Assembly Elections 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 1:06 PM

ગોવાની 40 વિધાનસભા બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર શનિવારે સમાપ્ત થયો હતો. સોમવારે એક જ તબક્કામાં રાજ્યની 40 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જો કે આ વખતે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં (Goa Assembly Election 2022 ) મુકાબલો કપરો છે. શાસક પક્ષ ભાજપને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોના આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં ગોવા વિધાનસભાની 40 બેઠકો છે. જેમાંથી હાલમાં ભાજપ પાસે છે. તેની પાસે 17 ધારાસભ્યો છે અને તેને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP), ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) ના વિજય સરદેસાઈ અને ત્રણ અપક્ષો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.

ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી પાસે ત્રણ-ત્રણ ધારાસભ્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પાસે 15 ધારાસભ્યો છે. જોકે, આ વખતે ગોવા વિધાનસભા ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 301 ઉમેદવારો મેદાનમાં છે. ગોવા વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત શિવસેનાનું ગઠબંધન ચૂંટણીની લયમાં આવી રહ્યું છે.

પિતાની સીટ પર પુત્રની અગ્નિપરીક્ષા

તે જ સમયે, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણ તેમના પિતાની પરંપરાગત પણજી વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પણજી વિધાનસભા મતવિસ્તારથી ટિકિટ ન મળતા તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ભાજપે પણજી બેઠક પરથી અતાનાસિયો બાબુશ મોન્સેરેટને મેદાનમાં ઉતાર્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તાજેતરમાં અતાનાસિયો’ બાબુશ મોન્સેરેટ અન્ય નવ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા.રાજ્યના ચૂંટણી રાજકારણમાં પણજી વિધાનસભા બેઠકનું પોતાનું મહત્વ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે પણજી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્રણ ટર્મ માટે રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

કોંગ્રેસે પૂરૂ જોર લગાવ્યું

તમને જણાવી દઈએ કે ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ રાવ સાથે વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ દ્વારા કરાયેલા વિકાસના કામોને મત આપવા તેમણે જનતાને અપીલ કરી હતી. તે જ સમયે, તેમણે રાજ્યમાં લોકોના કલ્યાણમાં અવરોધ ઉભો કરવા માટે રાજકીય હરીફોની ટીકા કરી હતી.

વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં શક્તિ લગાવી

આ ઉપરાંત, ભાજપ, કોંગ્રેસ અને ટીએમસી તેમજ અન્ય રાજકીય પક્ષોના ઘણા ઉમેદવારોએ પોતપોતાના મતવિસ્તારમાં તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોને પ્રકાશિત કરતા વીડિયો સંદેશાઓ શેર કર્યા હતા. આ દરમિયાન AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વિધાનસભા ચૂંટણી માટે એક મોટું વચન આપ્યું હતું. તેમણે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી રાજ્યમાં સત્તા પર આવશે તો 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને રોકડ સહાય અને કેટલાક સમુદાયોને અન્ય લાભો આપવામાં આવશે. જોકે, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ મહારાષ્ટ્રના સુશાસનના મોડલને અન્ય તમામ રાજ્યોમાં રિપીટ કરવાની વાત કરી હતી.

આ પણ વાંચો : Ukraine Crisis 2022: યુક્રેન પર થશે હુમલો? બાઇડન-પુતિને 62 મિનિટની વાતચીત કરી, ડઝનેક દેશોએ નાગરિકોને દેશ છોડવા કહ્યું

આ પણ વાંચો : Punjab Election: પંજાબ સરકારથી નિરાશ શેરડીના ખેડૂતોએ વોટ આપવાનો કર્યો ઈનકાર , કહ્યું- કોઈથી આશા નથી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">