Maharashtra: ગોવાની 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપને ઘેર્યું, કહ્યું- સરકારે વાસ્તવિક મુદ્દાઓની કરી અવગણના

મરાઠી અખબારમાં લખાયું છે કે રાજ્ય બેરોજગારીનો સામનો કરી રહ્યું છે, દવાની સમસ્યા છે અને કોવિડ -19ને કારણે પર્યટન પ્રભાવિત થયું છે અને અર્થતંત્રની કમર પણ તૂટી રહી છે.

Maharashtra: ગોવાની 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપને ઘેર્યું, કહ્યું- સરકારે વાસ્તવિક મુદ્દાઓની કરી અવગણના
સામનામાં શીવસેનાએ ગોવા સરકાર પર સાધ્યું નિશાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 7:06 PM

આગામી વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાએ બુધવારે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર રાજ્યના વાસ્તવિક મુદ્દાઓની અવગણના કરી રહી છે. જ્યાં કોવિડ -19 વૈશ્વિક મહામારીને કારણે પર્યટન પ્રભાવિત થયું છે અને અર્થતંત્ર ખરાબ હાલતમાં છે. શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં આરોપ લગાવ્યો છે કે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ‘ સરકાર આપકે દ્વાર પાર’ પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત તે “જુઠ્ઠાણા અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે”.

તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય બેરોજગારી, દવાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને કોવિડ -19ને કારણે પર્યટન પ્રભાવિત થયું છે અને અર્થતંત્ર ભાંગી રહ્યું છે. તે જ સમયે, ગયા મહિને ઉત્તર ગોવા જિલ્લાના કાલંગુટ બીચ પર શંકાસ્પદ સંજોગોમાં એક મહિલાના મોતનો મામલો હજુ ઉકેલાયો નથી.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ભાજપ હિંદુઓનો રક્ષક છે એવું વિચારવું ખોટું છે

મરાઠી અખબારના એક અહેવાલમાં કહેવાયું છે કે ભાજપના નેતા સ્વર્ગસ્થ મનોહર પાર્રિકરે કેસિનો કારોબારનો વિરોધ કરીને પાર્ટીને ગોવામાં વધવામાં મદદ કરી હતી. હવે, ઓફશોર કેસિનો રાજ્ય સરકારને મોટી રકમ ચૂકવે છે અને જો ગોવા આ પૈસા પર ચાલશે તો તે ‘હિન્દુત્વ’નું અપમાન હશે. તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ‘શું ગોવાના રાજકારણીઓ રાજ્ય સામેના વાસ્તવિક પડકારોથી વાકેફ છે?’ જો ગોવાના લોકો વિચારે છે કે ભાજપ હિન્દુઓનો રક્ષક છે તો તે ખોટું છે.

ગોવામાં કોઈ ઈચ્છે તેટલું ગૌ માંસ લઈ શકે છે

મરાઠી અખબારે કહ્યું કે ગોવામાં ભાજપના ધારાસભ્યોની યાદી જોઈને કોઈ કહી શકે છે કે હિન્દુત્વ તેમના માટે માત્ર ‘મુખૌટું’ છે. દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો છે, પરંતુ ગોવામાં કોઈ વ્યક્તિ ઈચ્છે તેટલું માંસ લઈ શકે છે. જો આ દંભ નથી તો પછી શું છે? ‘તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ગોવા 450 વર્ષ સુધી પોર્ટુગીઝ શાસન હેઠળ હતું અને હાલના શાસકો તેમના અનુગામીઓની જેમ વર્તે છે. ‘ રાજ્યમાં જે થઈ રહ્યું છે શું કોઈ તેનો અંત લાવવા નથી માંગતું?’

રાજ્ય સરકાર સામે લોકોમાં ભારે રોષ

શિવસેનાએ કહ્યું કે 2017ની ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠકો (40 સભ્યોના ગૃહમાં) જીતીને એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ તેણે સરકાર રચવાના તેના દાવામાં વિલંબ કર્યો અને ભાજપને બહુમતી મળી. હવે, કોંગ્રેસ ચાર ધારાસભ્યોમાં સમેટાઈ ગઈ છે અને “આ નૈતિક રાજકારણ નથી.”જો ભાજપ પોતાના દમ પર 20-25 બેઠકો જીતી હોત તો તે પ્રશંસનીય હોત. રાજ્ય સરકાર સામે લોકોમાં ભારે રોષ છે.

આ પણ વાંચો :  Maharashtra Rain: યવતમાલમાં જોત-જોતામાં બસ થઈ પાણીમાં થઈ ગરકાવ, 6માંથી 2ને બચાવાયા, જુઓ Viral Video

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">