Goa Assembly Election 2022: અમદાવાદ જિલ્લાથી અડધો વિસ્તાર ધરાવતા ગોવા માટે 4 રાષ્ટ્રીય પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ

Goa Assembly Election 2022: અમદાવાદ જિલ્લાથી અડધો વિસ્તાર ધરાવતા ગોવા માટે 4 રાષ્ટ્રીય પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ
Goa Assembly Election 2022

ગોવા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ મેદાને છે ત્યારે 2022નો જંગ રસાકસી ભર્યો રહેશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jan 08, 2022 | 7:22 PM

ચૂંટણી પંચે (Election Commission) ગોવા વિધાનસભા ચૂંટણીની (Goa Assembly Election 2022) તારીખોની જાહેરાત કરી છે અને 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે. ગોવા તેની કુદરતી સુંદરતા અને બીચ (Beach) માટે દેશ અને દુનિયા પ્રખ્યાત છે.  ગોવા 3,702 sq. km ના ક્ષેત્રફળ સાથે દેશના સૌથી નાના રાજ્યોમાનું એક છે. ગોવામાં વિધાનસભાની 40 બેઠકો ધરાવે છે અને બહુમતીનો આંકડો 21 છે.

ગોવામાં છેલ્લી વિધાનસભા ચૂંટણી વર્ષ 2017માં યોજાઈ ત્યારે કોંગ્રેસ (Congress) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પરંતુ તે સરકાર બનાવવામાં નિષ્ફળ રહી અને સત્તામાં આવવાની રાહ જોતી ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગોવામાં સરકાર બનાવી હતી. 2017ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 36 બેઠકો પર ચૂંટણી લડી હતી.

કોંગ્રેસ બહુમતીના આંકડાથી 4 બેઠકો દૂર રહી

કોંગ્રેસ 17 બેઠકો પર અને ભાજપે 13 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસ બહુમતીના આંકડાથી 4 બેઠકો દૂર રહી હતી. પ્રાદેશિક પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) 4 બેઠકો પર ચૂંટણી લડીને 3 જીતી હતી. આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) 40 બેઠકો પર ચૂંટણી લડી પરંતુ એક પણ બેઠક જીતી શકી નહીં.

2017માં બધાને અપેક્ષા હતી કે 17 સીટ જીતનારી કોંગ્રેસ, ગોવા ફોરવર્ડ પાર્ટીની (Goa Forward Party) 3 બેઠકો અને અન્ય નાના પક્ષોની મદદથી સરકાર બનાવવામાં સક્ષમ હશે. પરંતુ ચૂંટણી પહેલા કે પછી કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી વચ્ચે કોઈ પણ ઔપચારિક ગઠબંધન ન થયું. અહીં, નાટકીય હંગામા પછી, ભાજપે MGP, GFP અને બે અપક્ષ ધારાસભ્યોની મદદથી 21નો બહુમતીનો આંકડો મેળવ્યો અને સરકાર બનાવી લીધી.

ગોવામાં બીજેપીએ ફરી એકવાર મનોહર પર્રીકરને (Manohar Parrikar) રાજ્યમાં મુખ્યપ્રધાન તરીકે જવાબદારી આપી હતી. ગોવાના સીએમ મનોહર પર્રીકરનું 17 માર્ચ 2019ના રોજ નિધન થયું હતું. જે બાદ ભાજપે ડો. પ્રમોદ સાવંતને (Pramod Sawant) રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા.

આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી

મમતા બેનરજીની (Mamata Banerjee) તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) બંગાળથી (West Bengal) બહાર પોતાનો પગ પેસારો કરવાના પ્રયત્નોમાં છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી પણ દિલ્હી બાદ પંજાબ (Punjab), ગુજરાત (Gujarat), ઉત્તરાખંડ અને ગોવામાં પોતાની હાજરી નોંધાવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું ત્યારે ગોવાને લઈને ઓપિનિયન સર્વેમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી દેખાઈ રહી છે.

ગત વખતે સૌથી વધુ 17 બેઠકો જીતનાર કોંગ્રેસને 4-6 બેઠકો મળી શકે છે. તૃણમૂલ કોંગ્રેસ પણ પ્રથમ વખત હાથ અજમાવવા જઈ રહી છે. ટીએમસીને આશા છે કે તે કોંગ્રેસનો વિકલ્પ બની શકે છે. TMCની આક્રમક રણનીતિ પાછળ પ્રશાંત કિશોરનો (Prashant Kishor) હાથ છે. ભાજપ છેલ્લા 10 વર્ષથી ગોવામાં સત્તા પર છે, જેના કારણે તે આ વખતે પણ સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો : Assembly Election 2022: કેટલી બેઠકો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી, જાણો કયા રાજ્યમાં AAPની સ્થિતિ કેટલી મજબૂત

આ પણ વાંચો : UP Assembly Election: સીએમ યોગી આદિત્યનાથનો દાવો- આ વખતે ભાજપ 300થી વધુ સીટો જીતશે, ચૂંટણી અમારી પરીક્ષા નહીં પણ ઉત્સવ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati