AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election-2022: ચૂંટણી પહેલા દેખાઈ કોરોનાની અસર રાજકીય પક્ષોએ રેલીઓ રદ્દ કરી, ડિજિટલ પ્રચાર બન્યું હથિયાર

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને પાંચ દિવસમાં રાજ્યમાં કોરોના ચેપના 4537 નવા કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ છે.

UP Election-2022: ચૂંટણી પહેલા દેખાઈ કોરોનાની અસર રાજકીય પક્ષોએ રેલીઓ રદ્દ કરી, ડિજિટલ પ્રચાર બન્યું હથિયાર
Political parties cancel rallies
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 9:12 AM
Share

UP Election-2022: દેશની સાથે સાથે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) માં પણ કોરોના(Corona)ના વધતા કેસની અસર હવે રાજ્યમાં પણ દેખાઈ રહી છે. રાજ્યમાં કોરોના (Corona)ના વધતા સંક્રમણને જોતા રાજકીય પક્ષોએ તેમની રેલીઓ રદ કરવાનું શરૂ કરી દીધું છે અને તેઓએ ડિજિટલ રેલીઓ દ્વારા જનતા સુધી પહોંચવાનું શરૂ કર્યું છે. ભાજપ, કોંગ્રેસ (BJP, Congress)અને સમાજવાદી પાર્ટીએ રાજ્યમાં તેમની રેલીઓ રદ કરી દીધી છે.

હાલમાં રાજધાની લખનૌમાં 9 જાન્યુઆરીએ યોજાનારી ભાજપ (BJP)ની  રેલી રદ કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મોટી રેલીને સંબોધવાના હતા. તે જ સમયે, પીએમ મોદી (PM Modi)ની લખનૌ રેલીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે, આ રેલી માટે રાજ્યમાં ચૂંટણીનો શંખનાંદ કરવામાં આવશે.

કોરોના ચેપના 4537 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને પાંચ દિવસમાં રાજ્યમાં કોરોના ચેપના 4537 નવા કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ છે. તે જ સમયે, આરોગ્ય નિષ્ણાતો એવો પણ દાવો કરે છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થશે. જેથી તમામ રાજકીય પક્ષો ભીડથી બચવા તૈયારી કરી રહ્યા છે. જેથી કરીને રાજ્યમાં કોરોના વધુ ન ફેલાય અને ચૂંટણીમાં તેની વધુ અસર ન દેખાય.મીડિયા અહેવાલો અનુસાર, રાજ્યમાં ભાજપની સાથે સમાજવાદી પાર્ટીએ પણ તેની વિજય રથયાત્રા રદ્દ કરી દીધી છે. અખિલેશ યાદવનો 7 થી 9 જાન્યુઆરી સુધી ગોંડા, બસ્તી અને અયોધ્યામાં રથયાત્રા કાઢવાનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસે પણ રેલીઓ રદ્દ કરી

કોંગ્રેસે રાજ્યમાં તેની રેલીઓ પણ રદ્દ કરી દીધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે મોટી રેલીઓને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે, પાર્ટીએ રાજ્ય એકમોને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રેલીઓ અંગે નિર્ણય લેવા કહ્યું છે. તે જ સમયે, રાજ્યમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું ચૂંટણી અભિયાન ‘मैं लड़की हूं, लड़ सकती हूं’રદ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રવક્તા અશોક સિંહે આ માહિતી આપી છે અને કહ્યું છે કે કોંગ્રેસ રાજ્યમાં ડોર-ટુ-ડોર પ્રચાર ચાલુ રાખશે.

આ પણ વાંચો : આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2021 થી 3 જાન્યુઆરી 2022 સુધીમાં 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારું સ્ટેટ્સ

g clip-path="url(#clip0_868_265)">