Bihar Election Result : રાઘોપૂર બેઠક પર તેજસ્વી યાદવ પાછળ, જાણો બિહારની કઈ બેઠક પર ક્યો ઉમેદવાર આગળ
2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે NDA આગળ વધી રહ્યું છે. આજે નક્કી થશે કે બિહારનું સિંહાસન કોણ મેળવશે. NDA અને મહાગઠબંધન વિરુદ્ધ છેડે છે, અને નીતિશ અને તેજસ્વી વચ્ચે કડક સ્પર્ધા ચાલી રહી છે. રાજ્યની 243 બેઠકો માટે બે તબક્કામાં પડેલા મતોની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. બહુમતીનો આંકડો 122 છે.

- પોસ્ટલ બેલેટની મતગણતરીમાં NDAને બહુમતિ મળી છે.
- તારાપુર સીટ પર ભાજપના સમ્રાટ ચૌધરી આગળ
- હાલમાં 121 બેઠકો પર NDAના ઉમેદવારો આગળ છે.
- મોકામાં સીટ પર જનતા દળના અનંત કુમાર સિંહ આગળ
- અલીનગર સીટ પરથી ભાજપની મૈથલી ઠાકુર આગળ
- સહરસા સીટ પરથી ભાજપના આલોર રંજન આગળ
- 98 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો આગળ આગળ છે.
- રાઘોપૂર બેઠકથી NDAના તેજસ્વી યાદવ પાછળ છે.
- બેગુસરાયથી BJPના કુંદન કુમાર આગળ છે.
- નાલંદાથી JDUના શ્રવણ કુમાર આગળ
- ધમદાહાથી JDUના લેશી સિંહ આગળ
- આરા બેઠકથી CPI ઉમેદવાર આગળ
- ગયા ટાઉનથી ભાજપના ઉમેદવાર પાછળ
- પ્રશાંત કિશોરની પાર્ટી 3 બેઠકો પર આગળ
સાતમા રાઉન્ડમાં મોકામામાં અનંત સિંહ આગળ ચાલી રહ્યા છે, 11,055 મતોની નોંધપાત્ર લીડ સ્થાપિત કરી રહ્યા છે. બીના દેવી પાછળ ચાલી રહ્યા છે.
તારાપુર બેઠક પર, ભાજપના સમ્રાટ ચૌધરી અને આરજેડીના અરુણ કુમાર વચ્ચે કડક સ્પર્ધા ચાલી રહી છે. હાલમાં, સમ્રાટ ચૌધરી આગળ ચાલી રહ્યા છે.
મહુઆમાં, તેજ પ્રતાપ યાદવ ત્રીજા સ્થાને સરકી ગયા છે, જ્યારે એલજેપીના સંજય કુમાર સિંહે મજબૂત લીડ જાળવી રાખી છે.
ચૂંટણી પંચના શરૂઆતના વલણો અનુસાર, છાપરામાં ભાજપના છોટી કુમારી 3301 મતોથી આગળ ચાલી રહ્યા છે, જે આરજેડીના શત્રુઘ્ન યાદવ કરતાં 974મતોના માર્જિનથી આગળ છે.
ચૂંટણી પંચના શરૂઆતના વલણો અનુસાર, આરજેડીના તેજસ્વી પ્રસાદ યાદવ રાઘોપુર બેઠક પર 4463 મતોથી આગળ છે, જે ભાજપના સતીશ કુમાર કરતાં 893મતોના માર્જિનથી આગળ છે. સતીશ કુમાર 3570 મતોથી પાછળ છે. જન સૂરજના ચંચલ કુમાર ફક્ત 93 મતોથી પાછળ છે. ગણતરી ચાલુ છે અને વધુ રાઉન્ડ પૂર્ણ થતાં વલણોમાં વધુ સુધારો થઈ શકે છે.