AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાવ વિધાનસભા બેઠકની મતગણતરીનો પ્રારંભ, ત્રિપાંખિયા જંગનું આજે જાહેર થશે પરિણામ

વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. પાલનપુર ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી છે. જે 23 રાઉન્ડમાં પૂર્ણ થશે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.

વાવ વિધાનસભા બેઠકની મતગણતરીનો પ્રારંભ, ત્રિપાંખિયા જંગનું આજે જાહેર થશે પરિણામ
Banaskantha
| Updated on: Nov 23, 2024 | 8:15 AM
Share

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની શરુઆત થઈ ચુકી છે. પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી રહી છે.

મત ગણતરી 23 રાઉન્ડમાં કરાશે

મત ગણતરી કુલ 23 રાઉન્ડમાં યોજાશે. 1 રાઉન્ડમાં 14 મતદાન કેન્દ્રોને આવરી લેવાશે. 2 વાગ્યા બાદ વાવ વિધાનસભાનું પરિણામ જાહેર થઈ શકે છે. મતગણતરી કેન્દ્રો CCTVથી સજ્જ કરાયા છે. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો ફરજ પર હાજર છે. 159થી વધુ અધિકારી -કર્મચારી મતગણતરીમાં કાર્યરત છે. આ સાથે જ હેલ્પલાઈન નંબર 1950 કાર્યરત છે.

ત્રિપાંખિયા જંગનુ પરિણામ થશે જાહેર

વાવ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જીત્યા કે પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા કે પછી અપક્ષ માવજી પટેલે ભાજપ-કોંગ્રેસને મ્હાત આપી જે જોવાનું રહ્યુ છે. એકમાત્ર વિધાનસભાની પેટાચૂંટણી છતાં આ મુકાબલો રસપ્રદ રહ્યો હતો. સમાજથી લઈને પાઘડી સુધીનું પોલિટિક્સ થયું. ઈમોશનલ કાર્ડથી લઈને વાયરલ વીડિયો સુધીના મુદ્દા વિવાદમાં રહ્યા જો કે, આ તમામ વાતોનો અંત આવી જશે.

જો કે પરિણામ પહેલા ઉમેદાવારોને જીતને વિશ્વાસ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીતની આશા વ્યક્ત કરી છે. સ્વરૂપજીને આશા છે કે, ઠાકોર સમાજે તેમને જ પસંદ કર્યા છે. ઠાકોર સાથે તમામ સમાજના લોકોએ સ્વરૂપજીને પસંદ કર્યા હોવાનો તેમને વિશ્વાસ છે.

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતની આશા વ્યક્ત કરી

વાવ બેઠક અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી છે. ગેનીબેન ઠાકોર બે ટર્મ સુધી ચૂંટાયા હતા. અને તેઓ સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી.. કોંગ્રેસને એટલે જ ભરપૂર અપેક્ષા છે કે વાવની જનતા ફરી કોંગ્રેસના જ ઉમેદવારને તક આપશે. 13 નવેમ્બરે થયેલા મતદાનમાં લોકોએ કોંગ્રેસને જ પસંદ કર્યા છે.

ગુલાબસિંહ રાજપૂત આ જ દાવા સાથે જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે.. તેમનું કહેવું છે કે, પ્રચારમાં ગેનીબેન ઠાકોરનો સાથ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો. આ વખતે ન તમામ સમાજે કોંગ્રેસને પસંદ કર્યો છે.ગુલાબસિંહનો તો એવો પણ દાવો છે કે, ઠાકોર અને ચૌધરી મત પણ તેમની તરફેણમાં પડ્યા હશે

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">