5 State Assembly Election Results 2021 : મતોની ગણતરીની પ્રક્રિયા ધીમી ચાલશે ,જાણો કેમ પરિણામો જાહેર થવામાં વધુ સમય લાગશે
5 State Assembly Election Results 2021 : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ રહ્યું છે. કોરોનાકાળમાં સરકાર અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મતોની ગણતરી કરવામાં આવી રહી છે.
5 State Assembly Election Results 2021 : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઇ રહ્યું છે. કોરોનાકાળમાં સરકાર અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મતોની ગણતરી કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે મતગણતરી પ્રક્રિયા થોડી ધીમી થી શકે છે જેના કારણે ચૂંટણીનાં પરિણામો મોડા જાહેર થશે. કોરોના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મત ગણતરી કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય ઘણા પરિબળો છે જેના કારણે ચૂંટણીના પરિણામો માટે મોડુ થઈ શકે છે.
પરિણામમાં થતાં વિલંબ અંગે નિષ્ણાંતો કહે છે કે સામાન્યરીતે બેથી ત્રણ કલાકમાં ટ્રેન્ડ જણાઈ જતો હતો કે ક્યા પક્ષ બહુમતી તરફ આગળ વધી રહ્યો છે પરંતુ આ વખતે પાંચથી છ કલાકનો સમય લાગી શકે છે.
નિષ્ણાંતો અનુસાર આ પાછળ પાંચ મોટા કારણો છે જેના કારણે ચૂંટણીના પરિણામો મોડા આવી શકે છે. પ્રથમ કારણ તેમણે કહ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને પોસ્ટલ બેલેટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જે ગણતરી કરવામાં સમય લેશે. આ વખતે વડીલો અને અપંગોને પણ પોસ્ટલ બેલેટ દ્વારા મત આપવાનો અધિકાર મળ્યો છે.
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વખતે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે ઈવીએમ મશીનોની સંખ્યા પણ વધારવામાં આવી છે. આ વખતે ઇવીએમની સંખ્યા પાછલી અનેક ચૂંટણીઓની તુલનાએ આશરે 30 ટકા વધારે છે.
અગાઉ પરિણામો સામાન્ય રીતે લગભગ 14-15 રાઉન્ડમાં આવતા હતા પરંતુ આ વખતે મતની ગણતરી 18 થી 20 રાઉન્ડમાં કરવામાં આવશે. આ વખતે કોષ્ટકોની સંખ્યા પણ ઓછી કરવામાં આવી છે જ્યાં પહેલાં 15 કોષ્ટકો રહેતા હતા આ સમયે ફક્ત સાત કોષ્ટકો હશે. સોસીયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવશે.