UPSC-2024 પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક
UPSC-2024 પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 16મી જૂને લેવામાં આવી હતી. જેમાં 13 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે યુપીએસસી મેન્સ પરીક્ષા આપશે. ત્યાર બાદ ઈન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 1 જુલાઈના રોજ સિવિલ સર્વિસ પરીક્ષા પ્રિલિમ્સ 2024 નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.nic.in પર જોઈ શકો છો. આ પરીક્ષા 16મી જૂને લેવામાં આવી હતી. જેમાં 13 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે યુપીએસસી મેન્સ પરીક્ષા આપશે. ત્યાર બાદ ઈન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષની પરીક્ષા દ્વારા 1056 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ભારતીય વહીવટી સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય વિદેશ સેવાનો સમાવેશ થાય છે. કુલ બેઠકોમાંથી 40 બેન્ચમાર્ક વિકલાંગતા માટે આરક્ષિત છે.
આ રીતે ચેક કરો રિઝલ્ટ
- UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
- UPSC સિવિલ સર્વિસિસ (પ્રિલિમ્સ) પરિણામ 2024 લિંક પર ક્લિક કરો.
- એક નવું પેજ ખુલશે. જેમાં ક્રેડેન્શિયલ ડિટેલ્સ દાખલ કરો.
- સબમિટ પર ક્લિક કરો અને UPSC પરિણામ સ્ક્રીન પર ખુલશે.
- તમારું પરિણામ તપાસો અને પેજ ડાઉનલોડ કરો.
- વધુ જરૂરિયાત માટે પ્રિન્ટઆઉટ લો.
આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ
UPSC-2023 પરીક્ષાનું પરિણામ આ વર્ષે એપ્રિલમાં જાહેર કરવામાં આવ્યું હતું. આદિત્ય શ્રીવાસ્તવ આમાં ટોપ કર્યું હતું. અનિમેષ પ્રધાન બીજા ક્રમે રહ્યો હતો. ત્રીજો રેન્ક અનન્યા રેડ્ડીએ અને ચોથો રેન્ક પીકે સિદ્ધાર્થ રામકુમારે હાંસલ કર્યો હતો. રૂહાની પાંચમા સ્થાને રહી હતી. UPSC પરીક્ષામાં જનરલ કેટેગરીના 347, EWS કેટેગરીના 115, OBC કેટેગરીના 303, SC કેટેગરીના 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો પાસ થયા હતા. કુલ 1016 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી.