NET Result આ રીતે કરો ડાઉનલોડ, ફાઈનલ આન્સર કી ugcnet.nta.nic.in પર જાહેર

NET Result 2022 : UGC NET 2022 ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. પરિણામ ટૂંક સમયમાં ugcnet.nta.nic.in પર જોઈ શકાશે.

NET Result આ રીતે કરો ડાઉનલોડ, ફાઈનલ આન્સર કી ugcnet.nta.nic.in પર જાહેર
UGC NET Result 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 8:23 AM

UGC NET 2022નું પરિણામ NTAની ઓપિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તમામ વિષયો માટે NET ફાઇનલ આન્સર કી 2022 બહાર પાડી છે. NET પરીક્ષામાં બેસનારા ઉમેદવારો ટૂંક સમયમાં જ તેમના પરિણામો તપાસી શકશે. આ માટે, તમારે તમારા UGC NET 2022 રજીસ્ટ્રેશન નંબર / એપ્લિકેશન નંબર / રોલ નંબરની જરૂર પડશે. જાણો કે તમે NTA NET Result માત્ર 4 સરળ સ્ટેપમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.

NET પરીક્ષાનું પરિણામ એકસાથે જાહેર કરશે

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી ડિસેમ્બર 2021 અને જૂન 2022 બંને સાઈકલ માટે NET પરીક્ષાનું પરિણામ એકસાથે જાહેર કરશે. આ બંનેની પરીક્ષાઓ પણ અલગ-અલગ તબક્કામાં એકસાથે લેવામાં આવી હતી. UGC NET ડિસેમ્બર 2021 ચક્ર પરીક્ષા 9 જુલાઈથી 12 જુલાઈ સુધી અને પછી 20 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી. ત્યારબાદ NET Exam June 2022ની પરીક્ષા 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર અને 8 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવી હતી.

UGC NET Result 2022 આ રીતે ચેક કરો

આ પરિણામો ઓનલાઈન જાહેર કરવામાં આવશે. પરિણામની લિંક NET NTAની ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર એક્ટિવ કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમે આ વેબસાઈટ પરથી તમારું પરિણામ 4 સ્ટેપમાં જોઈ અને ડાઉનલોડ કરી શકો છો-

  1. UGC NTA NETની વેબસાઇટની મુલાકાત લો.
  2. હોમ પેજ પર પબ્લિક નોટીસ સેક્શનની ડાબી બાજુએ અથવા નીચે સ્ક્રોલ કરો, તમને નીચે NET Result 2022 Link મળશે. તેના પર ક્લિક કરો.
  3. નવું પેજ ખુલશે. અહીં તમારી એક્ઝામ સાઈકલ પસંદ કરો. નેટ રજીસ્ટ્રેશન/એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ અથવા પાસવર્ડ દાખલ કરો. સ્ક્રીન પર આપવામાં આવેલો સિક્યોરીટી કોડ દાખલ કરો અને સબમિટ કરો.
  4. લોગિન કર્યા પછી રિઝલ્ટ દેખાશે. તેને ક્લિક કરીને ઓપન કરો. તે જ સમયે, કમ્પ્યુટર અથવા મોબાઇલ સ્ક્રીન પર આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરીને તેને ડિવાઈસમાં સેવ કરી લો. પ્રિન્ટ કાઢી લો.

NET અને JRF માટે કટઓફ અલગ હશે. JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપ માટેનો કટઓફ NET કરતા વધારે છે. NETની લાયકાત પર, તમને યુનિવર્સિટી અથવા કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત મળે છે. જો કે, માત્ર આ પરીક્ષા પાસ કરવી એ નોકરીની ગેરંટી નથી. તે જ સમયે, JRF દ્વારા, તમને સરકાર તરફથી દર મહિને રિસર્ચ માટે ફેલોશિપ પણ મળે છે અને તમે Assistant Professor Eligibility પણ મેળવી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">