AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઇ, 7 સભ્યોની પસંદગી માટે મતદાન શરૂ

SURAT : માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઇ, 7 સભ્યોની પસંદગી માટે મતદાન શરૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 1:04 PM
Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ચુંટણી આજે 25મી સપ્ટેમ્બરના રોજ યોજાઈ છે. જેના પરિણામો 28મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. Bed કોલેજોના આચાર્ય અને સરકારી હાઇસ્કુલના શિક્ષકની એમ 2 બેઠક બિનહરીફ થઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ચુંટણીને લઈ સુરતમાં 5 મતદાન મથક જ્યારે બારડોલીમાં 2 મતદાન મથક બનાવાયા છે. સુરતમાં કુલ 6477 મતદાતાઓ નોંધાયા છે. જે વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ચુંટણી આજે 25મી સપ્ટેમ્બરના રોજ યોજાઈ છે. જેના પરિણામો 28મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. Bed કોલેજોના આચાર્ય અને સરકારી હાઇસ્કુલના શિક્ષકની એમ 2 બેઠક બિનહરીફ થઈ છે. આજે 9 બેઠક માટે 24 ઉમેદવાર વચ્ચે જંગ છે જેને લઈ મતદાન શરૂ થઇ ચુક્યું છે.

ઉલ્લેખનિય છે કે, પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા માટે શાળામાંથી પ્રમાણપત્ર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલે કે શાળામાંથી હોદ્દો ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર મતદાન માટે ફરજીયાત બનાવવામાં આવ્યું હતું. જોકે આ નિર્ણયનો વિરોધ થતાં આ નિર્ણયને પરત ખેંચી લેવાયો છે. જેમાં છેલ્લા સમયે કરવામાં આવેલા ફેરફારના પગલે અનેક મતદારો મતદાનથી વંચિત રહી જાય તેવી રજૂઆત કરાતા નિર્ણય પરત ખેંચી લેવાયો હતો. જેથી હવે મતદારો મતદાન માટે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ફોટા સાથેના ઓળખપત્રનો ઉપયોગ કરીને મતદાન કરી શકશે.

ઉલ્લેખનિય છે કે, માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી દર વર્ષે રાજ્યમાં મુખ્ય બે સંચાલક મંડળ વચ્ચે યોજાતી હતી. પહેલીવાર ચૂંટણીમાં ચાર પક્ષ જોવા મળશે. ઓલ ગુજરાત વાલી મંડળ પણ પ્રાથમિક સ્કૂલથી આગળ વધીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી લડી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">