PM Yasasvi Scholarship પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આ શહેરોમાં લેવાશે પરીક્ષા
વાઈબ્રન્ટ ઈન્ડિયા માટે પીએમ યંગ અચીવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ એટલે કે PM Yasasvi Scholarship 2022 માટેની પરીક્ષા 25 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા વાઈબ્રન્ટ ઈન્ડિયા માટે પીએમ યંગ અચીવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ એટલે કે PM Yasasvi Scholarship અંગે સૂચના જારી કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની સિટી સ્લીપ બહાર પાડવામાં આવી છે. આ સાથે, અરજી કરેલ વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ આ માટે અરજી કરી છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ ntayet.cbtexam.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા 25 સપ્ટેમ્બર 2022ના રોજ લેવામાં આવશે.
ભારત સરકારે ધોરણ : 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ હાથ ધરી છે. વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે 31 ઓગસ્ટ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આમાં અરજી કરનારા વિદ્યાર્થીઓ હવે વેબસાઈટ પર જઈને તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. તમને જણાવી દઈએ કે, આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.
PM Yasasvi Admit Card : અહીં ડાઉનલોડ કરો
- પીએમ યશસ્વી યોજના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ntayet.cbtexam.in પર જાઓ.
- વેબસાઇટના હોમ પેજ પર, DOWNLOAD ADMIT CARD પર ક્લિક કરો.
- હવે VIBRANT INDIA (YASASVI) ENTRANCE TEST 2022ની લિંક પર જાઓ.
- અહીં ઉમેદવાર લોગીનની લિંક પર ક્લિક કરો.
- હવે ઉમેદવારે તેમનો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવી.
- એકવાર સબમિટ કર્યા પછી, પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર ખુલશે.
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.
Direct Link – PM યશસ્વી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
પીએમ યસસ્વી શિષ્યવૃત્તિ: પરીક્ષાની વિગતો
PM યશસ્વી પરીક્ષા 2022 NTA દ્વારા 25મી સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. અગાઉ પીએમ યશસ્વીની પરીક્ષાની તારીખ 11 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી, જે બાદમાં બદલીને 25 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આમાં, અરજદારને વેબસાઇટની મુલાકાત લેવાની અને પરીક્ષાની વિગતો તપાસવાની સલાહ આપવામાં આવે છે.
આ શિષ્યવૃત્તિ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા-75,000 અને ધોરણ 11ના વિદ્યાર્થીને રૂપિયા-1.25 લાખ આપવામાં આવશે. આ રકમથી વિદ્યાર્થી પોતાનો આગળનો અભ્યાસ કરી શકશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે, આ શિષ્યવૃત્તિ દ્વારા તેમને નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. લગભગ 15,000 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે.