NEET 2022નું રિઝલ્ટ જાહેર, ટોપ 10માં ગુજરાતનો વિધાર્થી સામેલ
NEET 2022 પરિણામ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in અને ntaresults.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. ડાયરેક્ટ લિંક પરથી NEET પરિણામ ડાઉનલોડ કરો.
NEET UG Results 2022 Link: નીટ પરિણામ 2022 જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NTA NEET ના પરિણામો તેની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાહેર કર્યા છે. NEET પરિણામ 2022 ની લિંક ntaresults.nic.in, nta.ac.in જેવી અન્ય વેબસાઇટ્સ પર પણ સક્રિય કરવામાં આવી છે. લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ કે જેમણે NEET UG પરીક્ષા આપી હતી તેઓ હવે તેમના પરિણામો ચકાસી શકશે. તમે NEET UG પરિણામ 2022 ડાઉનલોડ કરવા માટે આ સમાચારમાં આપેલી સીધી લિંક પર પણ ક્લિક કરી શકો છો. તમે માત્ર 3 સરળ સ્ટેપમાં NEET 2022 પરિણામ ડાઉનલોડ કરી શકો છો.
NEET UG 2022 પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
1. NTA NEET ની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
2. હોમ પેજ પર, તમને NEET 2022 પરિણામની લિંક મળશે. તેને ક્લિક કરો.
3. તમારો એપ્લિકેશન/રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ/પાસવર્ડ અને ઓન-સ્ક્રીન સુરક્ષા કોડ/કેપ્ચા સબમિટ કરો.
4. તમારું NTA NEET પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.
ગુજરાતનો વિધાર્થી દેશમાં Top -10માં
આ પરિણામમાં ટોપ -10માં ગુજરાતનો વિધાર્થી ઝીલ વિપુલ વ્યાસ 710 માર્કસ સાથે 9માં સ્થાને રહ્યો હતો.
આ વર્ષે NEET UG માટે રેકોર્ડ 18.7 લાખ અરજીઓ કરવામાં આવી હતી. આ સંખ્યા NEETના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. તે જ સમયે, આ વર્ષે, NEET UG દ્વારા, વિદ્યાર્થીઓને કુલ 91,415 MBBS સીટો પર પ્રવેશ આપવામાં આવશે. ડેન્ટલ કોર્સ એટલે કે BDS સીટોની સંખ્યા 26,949 છે. આયુષમાં કુલ 57,720 બેઠકો અને વેટરિનરીમાં 603 બેઠકો છે. આ આંકડા નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..