NEET PG 2023 રિઝલ્ટ થયું જાહેર, અહીં આપેલી લિંક પર ચેક કરો

NEET PG Result 2023 Declared : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ NBE દ્વારા NEET PG પરીક્ષા 2023માં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.

NEET PG 2023 રિઝલ્ટ થયું જાહેર, અહીં આપેલી લિંક પર ચેક કરો
| Edited By: | Updated on: Mar 15, 2023 | 9:12 AM

NEET PG Result 2023 : પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ NBE દ્વારા NEET PG પરીક્ષા 2023માં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ nbe.edu.in પર જઈને પરિણામ જોઈ શકે છે. જે વિદ્યાર્થીઓ NEET PG 2023 ની પરીક્ષામાં ક્વોલિફાય થશે તેઓ MD/MS/PG ડિપ્લોમા અને પોસ્ટ MBBS DNB કોર્સમાં સીધો પ્રવેશ મેળવવા માટે પાત્ર હશે.

આ પણ વાંચો : NEET PG 2023 ની પરીક્ષામાં બે લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી હાજરી, જુઓ રિઝલ્ટ ડેટ

NEET PG પરીક્ષા 5 માર્ચ 2023 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, આ વર્ષે લગભગ 2.09 લાખ ઉમેદવારોએ NEET-PG પરીક્ષા 2023 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રિઝલ્ટ ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

અહીંયા NEET PG રિઝલ્ટ ચેક કરો

  • રિઝલ્ટ ચેક કરવા માટે પહેલા ઓફિશિયલ વેબસાઇટ nbe.edu.in પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર NEET PG 2023 ની લિંક પર ક્લિક કરો.
  • આ પછી NEET PG Result 2023ની લિંક પર જાઓ.
  • આગલા પેજ પર રજીસ્ટ્રેશન નંબર દ્વારા ચેક કરો.
  • રિઝલ્ટ ચેક કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ લો.

NEET PG Result 2023 અહીંયા ડાયરેક્ટ લિન્કથી ચેક કરો

આરોગ્ય મંત્રીએ માહિતી આપી હતી

NEET PG પરિણામ જાહેર થવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી છે. તેમણે પાસ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. એમ પણ લખ્યું છે કે, NBEMS એ ફરીથી સફળતાપૂર્વક NEET-PG પરીક્ષા યોજીને અને રેકોર્ડ સમયમાં પરિણામ જાહેર કરીને એક મહાન કામ કર્યું છે. હું તેના પ્રયત્નોની પ્રશંસા કરું છું.

NEET PG ના પરિણામમાં પસંદ કરાયેલા ઉમેદવારોના રોલ નંબર, રેન્ક, માર્ક્સ અને એપ્લિકેશન ID આપવામાં આવે છે. ઉમેદવાર Ctrl+f દબાવીને અને તેમનો એપ્લિકેશન નંબર અથવા રોલ નંબર શોધીને તેમનું પરિણામ ચકાસી કરી શકે છે. વધુ પ્રક્રિયા માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.

Published On - 9:12 am, Wed, 15 March 23