National Science Day 2022: દેશના વિકાસમાં વૈજ્ઞાનિકોના યોગદાનને ચિહ્નિત કરવા અને ઓળખવા માટે દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે 1928માં ભારતીય ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રામને સ્પેક્ટ્રોસ્કોપીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ શોધ કરી હતી. જે પાછળથી તેમના નામ પર રાખવામાં આવી હતી-રામન અસર (The Raman Effect). તેમના કાર્ય માટે સી.વી. રામનને (C.V. Raman) 1930માં ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર (Nobel Prize in Physics) એનાયત કરવામાં આવ્યો હતો.
નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) 1986માં ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવા જણાવ્યું હતું. સરકારે સ્વીકાર કર્યો અને દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, 1987ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
વિજ્ઞાનના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ જાહેર ભાષણો, રેડિયો, ટીવી, વિજ્ઞાન મૂવીઝ, થીમ્સ અને વિભાવનાઓ પર વિજ્ઞાન પ્રદર્શનો, ચર્ચાઓ, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ, પ્રવચનો અને વિજ્ઞાન મોડેલ પ્રદર્શનોનું આયોજન કરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરે છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2022ની થીમ ‘સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ’ (Integrated Approach in Science and Technology for Sustainable Future) છે.
આ પણ વાંચો: Teacher’s Day 2021 : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં પ્રેરણાદાયક વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છે
આ પણ વાંચો: ધોરણ-10 માં ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થી માટે ખુશખબર, વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં મેળવી શકશે પ્રવેશ