ધોરણ-10 માં ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થી માટે ખુશખબર, વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં મેળવી શકશે પ્રવેશ
Gandhinagar: શિક્ષણ વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 માં બેઝિક જેનું ગણિત હશે તેઓ પણ HSC માં B ગ્રુપ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લઇ શકશે.
Gandhinagar: ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહ (Science stream) માટે થઈને શિક્ષણ વિભાગે (Education Department) મોટો નિર્ણય કર્યો છે. મળેલી માહિતી અનુસાર ધોરણ 10 ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થીઓને હવે વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં પ્રવેશ મળશે. જણાવી દઈએ કે પહેલાં આ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા ન હતા. તો શિક્ષણ વિભાગ દ્વારા આ ઠરાવ પસાર કરાયો છે. ઠરાવ અનુસાર ધોરણ 10 માં બેઝિક જેનું ગણિત હશે તેઓ પણ HSC માં B ગ્રુપ માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લઇ શકશે.
જણાવી દઈએ કે આ શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2021-22 થી ધોરણ-10 માં ગણિતમાં બે વિકલ્પ આપવામાં અવ્યા છે. જેમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય લીધો હતો. જેમાં હવે જેનું ગણિત બેઝિક હશે તેઓ પણ ગ્રુપ બીમાં પણ પ્રવેશ લઇ શકશે.
આ બાબતે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 માટેના ગણિત વિષયના પ્રશ્નપત્રનો નમુનો પણ તૈયાર કરવામાં આવ્યો હતો. અગાઉના નિયમ પ્રમાણે જે વિદ્યાર્થી 10 માં ધોરણમાં ગણિત બેઝિક રાખતો હતો તે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ન મેળવી શકે એવો નિયમ હતો. જેને હવે બદલવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Vibrant Gujarat: આજે થશે 24,185 કરોડના MoU, કરોડોના રોકાણ સાથે આટલી રોજગારીનો અવસર