Maharashtra HSC Result 2022 Date : મહારાષ્ટ્ર બોર્ડના ધો.12નું પરિણામ 08 જૂને જાહેર કરાશે
મહારાષ્ટ્ર બોર્ડ 12માનું પરિણામ (Maharashtra Board Result) ક્યારે જાહેર થશે ? આ સવાલનો જવાબ ટૂંક સમયમાં જ મળવાનો છે. કારણ કે પરિણામ જાહેર થવા માટે તૈયાર છે. આવતી કાલે પરિણામ જાહેર થશે.

Maharashtra HSC Baord Result 2022: મહારાષ્ટ્ર બોર્ડના પરિણામને (Maharashtra Board Result) લઈને સમાચાર આવી રહ્યા છે કે હવે વિદ્યાર્થીઓની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બસ બોર્ડ દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. 12માનું પરિણામ આવતીકાલે એટલે કે 08 જૂન 2022ના રોજ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ હવે ટૂંક સમયમાં તેમનું પરિણામ જોઈ શકશે. પરિણામ વેબસાઈટ- mahahsscboard.in અને mahresult.nic.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ TV9 ડિજિટલ પર પરિણામ જોઈ શકશે. પરિણામ બોર્ડની અધિકૃત સાઇટ પર જાહેર કરવામાં આવશે પરંતુ વિદ્યાર્થીઓ તેમનું પરિણામ (MSBSHSE Result 2022) TV9 ડિજિટલ પર જોઈ શકશે. આ પરિણામ સાંજે 1 વાગે જાહેર કરવામાં આવશે.
MSBSHSE ના પ્રથમ પરિણામો આ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ થશે
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ જૂનના બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ અંગેની સત્તાવાર જાહેરાત થોડા દિવસોમાં જ કરવામાં આવશે. મોટાભાગના કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે પરિણામ જાહેર થયા પછી વેબસાઈટ ક્રેશ થઈ જાય છે, આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ ઘણી જગ્યાએ તેમનું પરિણામ જોઈ શકે છે. જો એક વેબસાઈટ ક્રેશ થાય તો બીજી વેબસાઈટ પર જોઈ શકે છે. તમે કોઈપણ સમસ્યા વિના પરિણામ TV9 ડિજિટલ અને સત્તાવાર વેબસાઇટ mahahsscboard.in અથવા mahresult.nic.in પર જોવા મળશે.
આટલા લાખ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના 12માના પરિણામની રાહ જોઈ રહ્યા છે
રિપોર્ટ મુજબ આ વખતે મહારાષ્ટ્ર બોર્ડની 12માની પરીક્ષામાં 14.72 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. જેથી ઘણા વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. આ વખતે પરિણામ જાહેર કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે. તેનું કારણ એ છે કે શિક્ષકોએ હડતાળ શરૂ કરી છે. જો કે હવે પરિણામ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. તે પછી વિદ્યાર્થીઓ સરળતાથી તેમના પરિણામ ચકાસી શકશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર બોર્ડ 10મા અને 12માનું પરિણામ અલગ-અલગ જાહેર કરવામાં આવશે.