Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણ માટે સીઇટીનું આજથી રજિસ્ટ્રેશન શરુ, જાણો કઇ વેબસાઇટ પરથી કરી શકશો અપ્લાઇ

Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણના એડમિશનની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. રાજ્યમાં 11માંના એડમિશન માટે સીઇટી પરીક્ષાનું (Maharashtra FYJC CET 2021) રજિસ્ટ્રેશન આજથી શરુ થઇ જશે.

Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણ માટે સીઇટીનું આજથી રજિસ્ટ્રેશન શરુ, જાણો કઇ વેબસાઇટ પરથી કરી શકશો અપ્લાઇ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 2:03 PM

Maharashtra FYJC CET 2021: મહારાષ્ટ્રમાં 10 ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. હવે 11માં ધોરણના એડમિશનની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. રાજ્યમાં 11માંના એડમિશન માટે સીઇટી પરીક્ષાનું (Maharashtra FYJC CET 2021) રજિસ્ટ્રેશન આજથી શરુ થઇ જશે. રજિસ્ટ્રેશનને લઇને વિસ્તૃત કાર્યક્રમ આજે જાહેર થઇ શકે છે. સીઇટી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન અને પરીક્ષાની તારીખ આજે જાહેર થવાની સંભાવના છે.

આ વેબસાઇટ પર લોગઇન કરીને કરી શકશો અપ્લાઇ 

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ વર્ષે પહેલીવાર કોઇ પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આપવી પડશે. સીઇટી પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા બાદ સારી કોલેજમાં એડમિશન મળશે આપને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં આ વર્ષે પહેલીવાર પરિણામ આંતરિક મૂલ્યાંકનના માધ્યમથી આવ્યુ છે. સીઇટી (Maharashtra FYJC CET 2021) રજિસ્ટ્રેશન શરુ થયા બાદ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ cet.mh-ssc.ac.in અને mahahsscboard.in પર લોગઇન કરીને અપ્લાઇ કરી શકે છે.

પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ઓપ્શનલ

આ વર્ષે MSBSHSE દ્વારા 11માં ધોરણમાં એડમિશનના હેતુથી વિદ્યાર્થીઓ માટે CET આયોજિત કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે ભલે નવા દિશા-નિર્દેશ અનુસાર આ પરીક્ષા આયોજિત કરવામાં આવી રહી હોય પરંતુ આ માત્ર એક ઓપ્શનલ પરીક્ષા છે. જો કોઇ વિદ્યાર્થી આ પરીક્ષા માટે ઉપસ્થિત રહેવા નથી ઇચ્છતા તો તે માટે તેઓ બંધાયેલા નથી. વિદ્યાર્થીને પોતાની પસંદની પ્રતિષ્ઠિત કોલેજ નહીં મળે. જો આ વર્ષે કોઇ પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન લેવા ઇચ્છો છો તો તમારે 11માં ધોરણની સીઇટી પરીક્ષામાં સારા માર્કસ લાવવા પડશે.

મહારાષ્ટ્રા સ્ટેટ બોર્ડ ઓફ સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન (MSBSHSE) ના અધ્યક્ષ દિનકર પાટિલે કહ્યુ કે, FYJC CET 2021 આ વર્ષે 21 ઑગષ્ટ 2021ના રોજ આયોજિત કરવામાં આવશે. શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યુ કે 20 જુલાઇએ પરીક્ષા ફોર્મ બહાર પડશે. ઓફિશિયલ વેબસાઇટ પર એપ્લીકેશનની લિંક આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે સીઇટી રાજ્ય બોર્ડ સાથે સંબંધિત તમામ જૂનિયર કોલેજમાં એડમિશન માટે લાગુ પડશે.

ધોરણ 10 નું પરિણામ

આ વર્ષનું રિઝલ્ટ જોઇએ તો 100 ટકા વાળા 957 વિદ્યાર્થીઓ છે.

90 ટકાથી વધારે માર્કસ પ્રાપ્ત કરનારા 1,04,633 વિદ્યાર્થીઓ છે.

1,28,174 વિદ્યાર્થીઓએ 85 થી 90 ટકા વચ્ચે માર્કસ પ્રાપ્ત કર્યા છે.

1,85,542 વિદ્યાર્થીઓએ 80 થી 95 ટકા વચ્ચે સ્કોર કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">