Maharashtra Board Exam: મહારાષ્ટ્ર બોર્ડ પરીક્ષા 2024નું ટાઈમ ટેબલ જાહેર, 10 અને 12 ની પરીક્ષાઓ આ તારીખથી શરૂ થશે
બોર્ડે 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2023 સપ્લીમેન્ટરીના પરિણામો પણ જાહેર કર્યા છે. પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ mahresult.nic.in દ્વારા તેમના પરિણામ ચકાસી શકે છે. એસએસસીની પૂરક પરીક્ષા 18મી જુલાઈના રોજ શરૂ થઈ હતી અને 1લી ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ હતી. એચએસસીની પૂરક પરીક્ષા 18 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.

મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે SSC, HSC પરીક્ષા 2024 નું સમયપત્રક બહાર પાડ્યું છે. મહારાષ્ટ્ર બોર્ડની (Maharashtra Board Exam) 10 મીની પરીક્ષા 1લી માર્ચ 2024થી શરૂ થશે. જ્યારે HSC (ધોરણ 12)ની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 19 માર્ચ સુધી ચાલશે. વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઈટ mahahsscboard.in પર જઈને પરીક્ષાનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે.
મહારાષ્ટ્ર SSC પરીક્ષા 22 માર્ચ 2024 ના રોજ સમાપ્ત થશે. 10 બોર્ડની પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટમાં, પરીક્ષા સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટમાં, પરીક્ષા બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. SSC પરીક્ષા ભાષાના પેપરથી શરૂ થશે અને ભૂગોળના પેપર સાથે સમાપ્ત થશે.
વર્ષ 2023માં 15,29,096 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
દર વર્ષે લગભગ 15 લાખ SSC વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધણી કરાવે છે. 2023માં સમગ્ર રાજ્યમાં 15,29,096 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 14,34,898 પાસ થયા હતા. પ્રથમ શ્રેણીમાં કુલ 526210, બીજી શ્રેણીમાં 334015 અને ત્રીજી શ્રેણીમાં 85298 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
આ રીતે ટાઇમ ટેબલ તપાસો
- બોર્ડની વેબસાઇટ mahahsscboard.in પર જાઓ.
- હોમ પેજ પર આપવામાં આવેલી Latest Announcements પર જાઓ.
- અહીં ક્લિક કરો SSC બોર્ડ પરીક્ષા 2024 ટાઈમ ટેબલ પર ક્લિક કરો.
- શેડ્યૂલ તમારી સ્ક્રીન પર દેખાશે.
- હવે તપાસો અને પ્રિન્ટ કાઢી લો.
બોર્ડે સપ્લીમેન્ટરીના પરિણામો જાહેર કર્યા
બોર્ડે 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2023 સપ્લીમેન્ટરીના પરિણામો પણ જાહેર કર્યા છે. પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ mahresult.nic.in દ્વારા તેમના પરિણામ ચકાસી શકે છે. એસએસસીની પૂરક પરીક્ષા 18મી જુલાઈના રોજ શરૂ થઈ હતી અને 1લી ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ હતી. એચએસસીની પૂરક પરીક્ષા 18 જુલાઈથી 10 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.
આ પણ વાંચો : એન્જિનિયરિંગ ડિપ્લોમાંના વિદ્યાર્થીઓ ભણશે બંધારણ અને યોગ, નવી શિક્ષણ નીતિ હેઠળ આ રાજ્યના અભ્યાસક્રમમાં થયો સમાવેશ
HSCનું પરિણામ 25 મેના રોજ જાહેર થયું હતું. કુલ 91.25 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરીક્ષા માટે નોંધણી કરાવનારા કુલ 14,28,194 વિદ્યાર્થીઓમાંથી 14,16,371 પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 12,92,468એ પરીક્ષા આપી હતી. 10 ની પરીક્ષાનું પરિણામ 2 જૂને જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 93.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ 15,29,096 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 14,34,898 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.