AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NET Exam Pattern : આ વખતે યુજીસી નેટ પરીક્ષાની પેટર્ન કેવી રહેશે? NTAએ જાહેર કર્યું બુલેટિન

UGC NET ડિસેમ્બર સત્ર માટે અરજી પ્રક્રિયા 29 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. આમાં અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.

NET Exam Pattern : આ વખતે યુજીસી નેટ પરીક્ષાની પેટર્ન કેવી રહેશે? NTAએ જાહેર કર્યું બુલેટિન
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 8:26 AM
Share

UGC NET Exam 2022-23 : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા NET પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલી સૂચના મુજબ UGC NET ડિસેમ્બર 2022ની પરીક્ષા 29 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. આમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા 29 ડિસેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ UGC NET- ugcnet.nta.nic.in ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. UGCએ 83 વિષયોની NET પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

UGC NET પરીક્ષા 2022 માટેની અરજી પ્રક્રિયા 29 ડિસેમ્બર 2022થી 17 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. જ્યારે પરીક્ષા 21 ફેબ્રુઆરી 2023થી 10 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવશે. યુજીસી નેટ પરીક્ષાને લઈને એનટીએ દ્વારા બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો આ માટે રજીસ્ટ્રેસન કરાવવા માંગે છે તેઓએ અરજી કરતાં પહેલા પરીક્ષાની પેટર્ન સમજવી જોઈએ. તમે નીચે પરીક્ષા પેટર્નની વિગતો જોઈ શકો છો.

UGC NET 2022 એક્ઝામ પેટર્ન

  1. યુજીસી નેટ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવે છે. NTA દ્વારા UGC NET Exam માટેની સૂચના જાહેર કરવામાં આવી છે.
  2. જાહેર કરાયેલી સૂચના મુજબ, યુજીસી નેટ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે. પરીક્ષા ત્રણ કલાકની રહેશે. ધ્યાનમાં રાખો કે પરીક્ષા દરમિયાન કોઈ વિરામ આપવામાં આવશે નહીં.
  3. પરીક્ષા 2 શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટમાં પરીક્ષા સવારે 9:00થી બપોરે 12:00 વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે બીજી શિફ્ટમાં પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.
  4. યુજીસી નેટનું પેપર હિન્દી અને અંગ્રેજીમાં હશે. પરીક્ષામાં બે પેપર રહેશે. UGC NET ની પરીક્ષા કુલ 300 માર્ક્સ માટે હશે.
  5. પ્રથમ પેપરમાં કુલ 100 ગુણ માટે 50 પ્રશ્નો હશે. જ્યારે બીજા પેપરમાં 200 માર્કસના 100 પ્રશ્નો પૂછવામાં આવશે.
  6. UGC NET પરીક્ષામાં દરેક પ્રશ્ન માટે 2 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. જો કોઈ પ્રશ્ન ખોટો હશે તો ઉમેદવારને આપોઆપ તેમાં 2 માર્કસ મળશે.

UGC NET Exam Notification અહીં ડાયરેક્ટ કરો ચેક

આ બાબતો ધ્યાનમાં રાખો

પરીક્ષામાં બેસતા પહેલા, UGC NET એડમિટ કાર્ડ સાથે એક ID પ્રૂફ સાથે પરીક્ષા કેન્દ્ર પર જાઓ. UGC NET પરીક્ષા હોલની અંદર મોબાઇલ ફોન, સ્માર્ટ ઘડિયાળ, કૅમેરા અથવા બ્લૂટૂથ ડિવાઇસ અને પેન ડ્રાઇવ, ફ્લેશ ડ્રાઇવ જેવા ઉપકરણો જેવી કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુને મંજૂરી નથી. પરીક્ષા હોલમાં માસ્કનો ઉપયોગ કરો. પરીક્ષા ખંડમાં પર્સનલ હેન્ડ સેનિટાઈઝર અને પર્સનલ વોટર બોટલ રાખી શકાશે.

NTA દ્વારા UGC NET જૂન 2023 સત્રની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી સત્ર માટે NET પરીક્ષામાં બેસવા ઇચ્છુક વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને વિગતો વાંચી શકે છે. યુજીસી નેટ જૂન 2023ની પરીક્ષાની વિગતો અહીં જુઓ.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">