AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે Alert, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?

વિદેશ મંત્રાલયે ચીનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian students) માટે સલાહ આપી છે. આ વિદ્યાર્થીઓને Chinese Visa પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ચીનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે Alert, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
India china students visa
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 8:53 AM
Share

ચીનમાં (China) ભણતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian students) માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ જે ચીનમાં (China) અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ કોવિડના કારણે પરત ફરવું પડ્યું હતું. એવા હજારો વિદ્યાર્થીઓ છે જેઓ રોગચાળાને કારણે ચીનથી ભારત પરત ફર્યા છે પરંતુ તેનો અભ્યાસ અધવચ્ચે જ અટકી ગયો છે. હવે બે વર્ષ બાદ આશાનું કિરણ ફરી વળ્યું છે. ચીને ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા (Students Visa) આપવાનું શરૂ કરી દીધું છે. આ સાથે વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ માટે જરૂરી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ચીનની તેમની યુનિવર્સિટી સાથે સંપર્ક જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ બે વર્ષથી વધુ સમયથી ચીન પરત ફરી શક્યા નથી. ભારત ચીન સાથે સતત ભાર આપી રહ્યું છે કે, આ તમામ વિદ્યાર્થીઓને પરત ફરે, જેથી તેઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે.

ચીનમાં જવાની પ્રક્રિયા શરૂ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓને ચીન પરત ફરવા માટે વિઝા આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એવું તેઓ (ચીની પક્ષ) કહી રહ્યા છે. હું વિદ્યાર્થીઓને તેમની યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપીશ. ચીન પરત ફરવાની અને Chinese Visa મેળવવાની પ્રક્રિયા માટે તૈયાર રહો.

તેમણે કહ્યું કે, સરકારને કહેવામાં આવ્યું છે કે ‘ભારતીય વિદ્યાર્થીઓના ધીમે-ધીમે પરત આવવાની પ્રક્રિયા શરૂ થશે. આ માટે China Student Visa શરૂ કરવામાં આવ્યા છે. બેઇજિંગમાં અમારું દૂતાવાસ ચીનની બાજુ પર સતત દબાણ કરી રહ્યું છે. જેથી કરીને તેઓ ભારતીય વિદ્યાર્થીઓના ચીનમાં વહેલા પરત આવવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે.

1300 વિદ્યાર્થીઓને મળ્યા China Visa

ઓગસ્ટમાં, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે વિદેશી વિદ્યાર્થીઓને ચીન પાછા આવવા આવવા માટે વ્યાપકપણે કામ કરી રહ્યા છીએ.”

ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, વિઝાનો વિષય ચીન સરકારનો મુદ્દો છે અને માત્ર તેઓ જ જાણશે કે કેટલા લોકોને વિઝા મળ્યા છે. જો કે, 2 દિવસ પહેલા ચીનના વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે, ચીને 1300થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. કોવિડના કારણે ચીને વિઝા પ્રક્રિયા બે વર્ષ માટે બંધ કરી દીધી હતી.

(ઇનપુટ-ભાષા)

g clip-path="url(#clip0_868_265)">