AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા માટે જરૂરી છે ભારતીય વિદ્યાર્થીઓ, આ વર્ષે આપ્યા સૌથી વધુ વિઝા, જાણો કેમ?

અમેરિકાએ આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને 82000 વિઝા (US Student Visa) આપ્યા છે. આ સંખ્યા ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ છે.

અમેરિકા માટે જરૂરી છે ભારતીય વિદ્યાર્થીઓ, આ વર્ષે આપ્યા સૌથી વધુ વિઝા, જાણો કેમ?
Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 3:12 PM
Share

અમેરિકાએ આ વર્ષે દુનિયાભરમાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. અમેરિકામાં ભણવા માટે યુએસ સ્ટુડન્ટ વિઝા (US Student Visa) મેળવનારાઓમાં ભારતીય વિદ્યાર્થીઓએ ચીનને પણ પાછળ છોડી દીધું છે, જે અત્યાર સુધી આ મામલે નંબર 1 હતું. એટલું જ નહીં જો સંખ્યાની વાત કરીએ તો વર્ષ 2022માં યુએસએ ભારતીય વિદ્યાર્થીઓને (Indian Students) 82,000 યુએસ વિઝા આપ્યા છે. આ સંખ્યા ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. ભારતમાં યુએસ એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં યુએસ એમ્બેસીની પ્રાથમિકતા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાની હતી.

અમેરિકા માટે જરૂરી છે ભારતીય વિદ્યાર્થીઓ

ભારતમાં સૌથી વરિષ્ઠ અમેરિકન ડિપ્લોમેટ પેટ્રીશિયા લસીનાએ કહ્યું કે ‘અમે આ ઉનાળામાં જ 82000 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા આપ્યા છે. આ પહેલા ક્યારેય ભારતીય વિદ્યાર્થીઓને આટલી મોટી સંખ્યામાં યુએસ વિઝા આપવામાં આવ્યા ન હતા. આ દર્શાવે છે કે આજે પણ મોટાભાગના ભારતીય પરિવારો માટે હાયર એજ્યુકેશન માટે અમેરિકા નંબર 1 દેશ છે.

તેમને કહ્યું કે ‘આ બાબતો ભારતીય વિદ્યાર્થીઓના મહત્વપૂર્ણ યોગદાનને પણ હાઈલાઈટ કરે છે. તે યોગદાન જેનાથી બંને દેશોને ફાયદો થાય છે, કારણ કે આ વિદ્યાર્થીઓ તેમના અમેરિકન સહયોગીઓ સાથે આજીવન સંબંધ બનાવે છે. આ આંતરરાષ્ટ્રીય પાર્ટનરશીપને બનાવી રાખવા અને સુધારવામાં મદદ કરે છે.

લસીનાએ કહ્યું, ‘અમે એ જોઈને ખુશ છીએ કે આટલા બધા વિદ્યાર્થીઓને વિઝા મળ્યા અને બાળકો સમય પર પોતપોતની યુનિવર્સિટીમાં પહોંચી શક્યા. પાછલા વર્ષોમાં કોવિડ 19 મહામારીને કારણે ઘણો વિલંબ થયો છે.

દુનિયામાં સૌથી વધુ યોગદાન ભારતીય વિદ્યાર્થીઓનું

કોન્સ્યુલર અફેર્સ મિનિસ્ટર કાઉન્સેલ ડોન હેફ્લિને કહ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું આવવું-જવું અમેરિકન કૂટનીતિનું કેન્દ્ર છે. આમાં ભારતીય વિદ્યાર્થીઓ જેટલું યોગદાન છે તેટલું બીજા કોઈનું નથી. અમેરિકામાં જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવે છે, તેમાંથી 20 ટકા ભારતીય વિદ્યાર્થીઓ જ છે. ગયા વર્ષે, ઓપન ડોર્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન ભારતથી યુએસ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1,67,582 હતી.

g clip-path="url(#clip0_868_265)">