AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy SSC 2025 Notification : ભારતીય નૌકાદળનું નોટિફિકેશન થયું જાહેર, જો તમારી પાસે આ ડિગ્રી છે તો આ તમારા માટે નોકરીની છે ઉત્તમ તક

Indian Navy SSC Recruitment 2025: ભારતીય નૌકાદળ દ્વારા શોર્ટ સર્વિસ કમિશનનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અરજી પ્રક્રિયા 9 ઓગસ્ટથી શરૂ થશે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપ્સ દ્વારા સરળતાથી અરજી કરી શકે છે.

Indian Navy SSC 2025 Notification : ભારતીય નૌકાદળનું નોટિફિકેશન થયું જાહેર, જો તમારી પાસે આ ડિગ્રી છે તો આ તમારા માટે નોકરીની છે ઉત્તમ તક
Indian Navy SSC 2025 Notification
| Updated on: Aug 07, 2025 | 3:23 PM
Share

ભારતીય નૌકાદળે શોર્ટ સર્વિસ કમિશન 2025નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નૌકાદળ દ્વારા એક્ઝિક્યુટિવ, એજ્યુકેશન અને ટેકનિકલ બ્રાન્ચમાં વિવિધ અધિકારીઓની ભરતી માટે વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અપરિણીત મહિલા અને પુરુષ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. અરજી 9 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને કરવાની રહેશે.

ઉમેદવાર પાસે કઈ લાયકાત હોવી જોઈએ

આ કોર્ષ જૂન 2026 પછી કેરળના Ezhimala સ્થિત ઇન્ડિયન નેવલ એકેડેમી (INA) ખાતે શરૂ થશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 260 જગ્યાઓ ભરવામાં આવશે. ચાલો જાણીએ કે અરજી કરનાર ઉમેદવાર પાસે કઈ લાયકાત હોવી જોઈએ. અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ અને પસંદગી કેવી રીતે થશે.

Indian Navy SSC Vacancy 2025 Eligibility Criteria

શોર્ટ સર્વિસ કમિશન માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી B.Tech, B.E, B.Sc, B.Sc IT અને B.Com ડિગ્રી હોવી જોઈએ. લોજિસ્ટિક્સ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારો પાસે MBA અથવા B.Tech ડિગ્રી હોવી જોઈએ. વિવિધ પોસ્ટ્સ માટે વય મર્યાદા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અંગે વધુ માહિતી માટે તમે જાહેર કરાયેલી ઓફિશિયલ નોટિફિકેશન ચકાસી શકો છો.

Indian Navy SSC Vacancy 2025 How to Apply

  • ભારતીય નૌકાદળની ઓફિશિયલ વેબસાઇટ, joinindiannavy.gov.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર આપેલ રજિસ્ટર ટેબ પર ક્લિક કરો.
  • હવે ફોન નંબર, મેઇલ આઈડી વગેરે દાખલ કરીને નોંધણી કરાવો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફી ચૂકવો અને સબમિટ કરો.

Indian Navy SSC Jobs 2025

શૈક્ષણિક લાયકાતના આધારે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને SSB ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ દ્વારા મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.

કરિયરની વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">