AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IGNOU એ B.Sc, B.Ed અને PhD પ્રવેશ માટે અરજીની તારીખ લંબાવી, જલદી કરાવો રજીસ્ટ્રેશન

IGNOU એ B.Sc અને PhD પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. પ્રવેશ માટે વિદ્યાર્થીઓ IGNOUની ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એડમિશન પરીક્ષા એન્ટ્રી કરવાની રહેશે.

IGNOU એ B.Sc, B.Ed અને PhD પ્રવેશ માટે અરજીની તારીખ લંબાવી, જલદી કરાવો રજીસ્ટ્રેશન
IGNOU extended application date
| Updated on: Dec 30, 2023 | 2:06 PM
Share

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ જાન્યુઆરી 2024 સત્ર માટે PhD, B.Sc નર્સિંગ અને B.Ed અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ઉમેદવારો 3 જાન્યુઆરી, 2024 સુધી પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવનારા ઉમેદવારે 200 રૂપિયાની લેટ ફી ચૂકવવાની રહેશે. રજીસ્ટ્રેશન ઓફિશિયલ વેબસાઇટ ignou.ac.in પર ઓનલાઈન કરવાની રહેશે.

B.Ed પ્રવેશ પરીક્ષાનો સમયગાળો 2.5 કલાક

તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2024 સત્ર માટે પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા 12 ડિસેમ્બર 2023થી શરૂ થઈ હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 હતી, જે હવે 3 જાન્યુઆરી 2024 સુધી લંબાવી દેવામાં આવી છે એટલે કે 3 દિવસ વધારે આપવામાં આવ્યા છે. પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા 7 જાન્યુઆરી 2024ના રોજ દેશભરના નક્કી કરેલા કેન્દ્રો પર લેવામાં આવશે. B.Ed પ્રવેશ પરીક્ષાનો સમયગાળો 2.5 કલાકનો રહેશે અને PhD પ્રવેશ પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો રહેશે.

આ રીતે કરો રજીસ્ટ્રેશન

  • IGNOUની ઓફિશિયલ વેબસાઇટ ignou.ac.in પર જાઓ.
  • હવે જાન્યુઆરી 2024 સત્ર માટે રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • બધી વિગતો દાખલ કરો અને રજીસ્ટ્રેશન કરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફી જમા કરો.
  • સબમિટ ઓલ પર ક્લિક કરો.

પ્રવેશ પરીક્ષાનું વેઇટેજ

તમને જણાવી દઈએ કે, PhD પ્રોગ્રામમાં એડમિશન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાનું વેઇટેજ 70 ટકા અને ઇન્ટરવ્યુનું વેઇટેજ 30 ટકા નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રવેશ પરીક્ષાઓ સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો IGNOUની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાયેલી નોટિસ ચેક કરવી.

પરીક્ષા માટે એડમિશન કાર્ડ બહાર પાડશે

IGNOUમાં રજીસ્ટ્રેશન સંબંધિત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ જ રજીસ્ટ્રેશન કરાવવી જોઈએ. નિયમ મુજબ કરેલ રજીસ્ટ્રેશન માન્ય રહેશે. ઉમેદવારે નોંધણી સમયે ફોટો, સહી અને તમામ ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી IGNOU પ્રવેશ પરીક્ષા માટે એડમિશન કાર્ડ બહાર પાડશે. હોલ ટિકિટ પોસ્ટ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવશે નહીં.

શિક્ષણના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">