IB ACIO Result 2021: ઇન્ટેલિજન્સ બ્યુરોએ ACIO Tier 2નું પરિણામ કર્યું જાહેર, આ રીતે થશે ચેક

TV9 GUJARATI

|

Updated on: Oct 22, 2021 | 10:15 PM

IB ACIO Tier 2 Result 2021: ઇન્ટેલિજન્સ બ્યુરોએ ACIO ભરતી માટે બીજા તબક્કાની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.

IB ACIO Result 2021: ઇન્ટેલિજન્સ બ્યુરોએ ACIO Tier 2નું પરિણામ કર્યું જાહેર, આ રીતે થશે ચેક
IB ACIO Result 2021
Follow us

IB ACIO Tier 2 Result 2021: ઇન્ટેલિજન્સ બ્યુરોએ (Intelligence Bureau) ACIO ભરતી માટે બીજા તબક્કાની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ ભરતીઓ IB દ્વારા સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી ગ્રેડ-2 (ACIO ગ્રેડ 2) ની 2000 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે. જાહેર થયેલું પરિણામ ACIO ટાયર 2ની પરીક્ષાનું છે. આ પરીક્ષા 25 જુલાઈ 2021 ના ​​રોજ લેવામાં આવી હતી. જે ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા તેઓ હવે mha.gov.in પર ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર IB ACIO Tier 2 પરિણામ 2021 ચકાસી શકે છે. પરિણામની સીધી લિંક આ સમાચારમાં આગળ આપવામાં આવી છે. તમે તે લિંક પર ક્લિક કરીને સરળતાથી તમારું પરિણામ ચકાસી શકો છો.

IB ACIO result Tier 2: આ રીતે ચેક કરો પરિણામ

  1. સૌપ્રથમ ગૃહ મંત્રાલયની વેબસાઇટ mha.gov.inની મુલાકાત લો.
  2. હોમ પેજ પર What’s New સેક્શનમાં ACIO 2 Result of IB લિંક દેખાશે તેને ક્લિક કરો.
  3. હવે નવું પેજ ખુલશે, આ પેજ પર તમને એક લિંક મળશે.
  4. તેને કોપી કરો અને વેબ બ્રાઉઝરમાં પેસ્ટ કરો.
  5. ધ્યાનમાં રાખો કે તે લિંક પર સીધું ક્લિક ન કરો.
  6. ફરી એક નવું પેજ ખુલશે.
  7. અહીં ACIO 2 રિઝલ્ટ વ્યૂ પર ક્લિક કરો.
  8. સંપૂર્ણ પરિણામ સ્ક્રીન પર PDF ફોર્મેટમાં હશે.
  9. તમારો રોલ નંબર અહીં શોધો.
  10. જો તમારો રોલ નંબર આ PDFમાં છે તો તમે IB ACIO Tier 2ની પરીક્ષા પાસ કરી છે.

IB એ કહ્યું છે કે, પરિણામમાં જે ક્રમમાં રોલ નંબર આપવામાં આવ્યા છે તેને મેરિટ લિસ્ટ તરીકે ન ગણવામાં આવે. આ યાદી રોલ નંબર મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી ઉમેદવારોને તેમના રોલ નંબર શોધવામાં સરળતા રહે. આ મેરિટ લિસ્ટ કે રેન્કિંગ નથી.

ટિયર-2 ક્લિયર કર્યા પછી આગળ શું?

જે ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે તેમને IB સાયકોમેટ્રિક ટેસ્ટ (IB Psychometric Test) અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ માટે નવું એડમિટ કાર્ડ આપવામાં આવશે. ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી પર એડમિટ કાર્ડ/કોલ લેટર મોકલવામાં આવશે. તેથી, સમયાંતરે, MHA વેબસાઈટ અને તમારું ઈ-મેલ આઈડી ચેક કરતા રહો.

સાયકોમેટ્રિક ટેસ્ટ દરમિયાન તમારે સારી રીતે ભરેલું ફોર્મ રાખવું પડશે. આ અંગેની માહિતી કોલ લેટરમાં આપવામાં આવશે. સાયકોમેટ્રિક ટેસ્ટના 10 દિવસ પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

નોંધનીય છે કે, IBએ ACIO ભરતી 2020 (IB ACIO ભરતી) માટે કુલ 2000 ખાલી જગ્યાઓ બહાર પડી હતી.

IB ACIO Tier 2 Result pdf download કરવા માટે અહિં ક્લિક કરો

MHA વેબસાઇટની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો:JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati