MBBS અને NEET PG સીટોમાં બમણો વધારો, સ્વાસ્થ્ય મંત્રીએ આપી માહિતી
NEET UG અને NEET PGની સીટોમાં બમણો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હાલમાં દેશમાં MBBSની કુલ બેઠકોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે NEET PG બેઠકોની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે.

આખા દેશમાં MBBS અને NEET PGની બેઠકો બમણી થઈ ગઈ તેવી માહિતી મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશમાં છેલ્લા 10 વર્ષમાં MBBS અને PG સીટોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ માહિતીના આંકડા શેર કર્યા છે. મંત્રીએ કહ્યું કે, 2014થી 2024 સુધીના છેલ્લા દાયકામાં પીજી મેડિકલ સીટો માટે 39,489 સીટો બનાવવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રીએ આંકડા કર્યા શેર
આંકડાઓ શેર કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાં MBBSની કુલ બેઠકોની સંખ્યા વધીને 1,08,940 અને PG બેઠકોની સંખ્યા 70,674 થઈ ગઈ છે, જ્યારે 2014માં તે માત્ર 51,348 હતી. મંત્રીએ વધુ કહ્યું હતું કે, 2014 થી 2024 વચ્ચે છેલ્લા 10 વર્ષોમાં 57,592 નવી MBBS બેઠકો દાખલ કરવામાં આવી છે.
– - MBBS सीट – –
65 साल में ➡️ 51,348
10 साल में ➡️ 57,592
कुल ➡️ 1,08,940
– - PG सीट – –
65 साल में ➡️ 31,185
10 साल में ➡️ 39,489
कुल ➡️ 70,674 pic.twitter.com/LidmTxUyA5
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 6, 2024
(Credit source : @mansukhmandviya)
ગયા મહિને રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવારે કહ્યું હતું કે, કેન્દ્રીય પ્રાયોજિત યોજના (CSS) હેઠળ ત્રણ તબક્કામાં 157 સરકારી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 108 પહેલેથી જ કાર્યરત છે.
MBBSની સીટોમાં પણ વધારો
પવારે દાવો કર્યો હતો કે, સરકારે મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો કર્યો છે અને ત્યારબાદ MBBSની સીટો પણ વધારી દીધી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર તેમણે કહ્યું કે, મેડિકલ કોલેજોમાં 82 ટકાનો વધારો થયો છે, જે 2014 પહેલા 387 હતી જે 2023માં 706 થઈ ગઈ છે. ગયા મહિને જ પવારે દાવો કર્યો હતો કે, MBBSની બેઠકો વધીને 1,08,848 થઈ ગઈ છે, જે 2014માં 50,000 હતી.
તમને વધુમાં માહિતી આપીએ કે, NEET UG 2024 માટે અરજી પ્રક્રિયા ફેબ્રુઆરી 2024થી શરૂ થવાની સંભાવના છે. એનએમસી દ્વારા ટૂંક સમયમાં વિગતવાર સૂચના પણ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા સમગ્ર દેશમાં નિયુક્ત કેન્દ્રો પર લેવામાં આવશે.
