Education Scheme: છોકરીઓ માટે ડિસ્ટન્સ એજ્યુકેશન સ્કીમ શરૂ, કોલેજોમાં ભરતીની જાહેરાત
Education: રાજસ્થાન સરકાર છોકરીઓ માટે ડિસ્ટન્સ એજ્યુકેશન સ્કીમ (Rajasthan Govt College Vacancy) શરૂ કરવા જઈ રહી છે. આ સાથે મુખ્યમંત્રીએ સરકારી કોલેજોમાં ભરતીની પણ જાહેરાત કરી છે.

Rajasthan Distance Education Scheme: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર છોકરીઓ અને મહિલાઓને મદદ કરવા માટે ડિસ્ટન્સ એજ્યુકેશન (Distance Education) સ્કીમ શરૂ કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ જે મહિલાઓ નિયમિતપણે કૉલેજ અને યુનિવર્સિટીમાં જઈ શકતી નથી તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરી શકાય છે. આ ઉપરાંત મંત્રીએ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સરકારી કોલેજો (Sarkari Collage)માં 1000 જગ્યાઓની ભરતી કરવાની પણ જાહેરાત કરી હતી. ઉચ્ચ શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સીએમ ગેહલોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે “આવી છોકરીઓ અને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે ડિસ્ટન્સ એજ્યુકેશન સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. જે કોઈપણ કારણોસર કોલેજ અને યુનિવર્સિટીમાં નિયમિતપણે નથી જઈ શકતી તેમણે વધુમાં કહ્યું કે, રાજસ્થાન કન્યા શિક્ષણના ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે.
ऐसी किशोरियां व महिलाएं जो किसी कारण से नियमित रूप से महाविद्यालय और विश्वविद्यालय नहीं जा सकती हैं, उन्हें उच्च शिक्षा से जोड़ने के लिए बालिका दूरस्थ शिक्षा योजना लाई जा रही है। 3/4
— Ashok Gehlot (@ashokgehlot51) May 6, 2022
સરકારી કોલેજોમાં પ્રવેશોત્સવ ઉજવાશે
વધુમાં વધુ યુવાનો સરકારી કોલેજો તરફ આકર્ષાય તે માટે મુખ્યમંત્રીએ સરકારી કોલેજોમાં “પ્રવેશોત્સવ” ઉજવવાનું પણ આહ્વાન કર્યું છે. સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજસ્થાનમાં કોલેજોની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે માળખાકીય સુવિધાઓનો વિકાસ, ફેકલ્ટીની ઉપલબ્ધતા વધારવી અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વર્તમાન સરકારના કાર્યકાળમાં 211 જેટલી નવી સરકારી કોલેજો ખોલવામાં આવી છે.
राजकीय महाविद्यालयों में 1000 पदों पर भर्ती के लिए वित्त विभाग द्वारा सहमति दे दी गई है तथा सभी औपचारिकताओं को पूर्ण कर जून, 2022 तक राजस्थान लोक सेवा आयोग द्वारा भर्ती की अधिसूचना जारी कर दी जाएगी। 2/4
— Ashok Gehlot (@ashokgehlot51) May 6, 2022
88 નવી કોલેજો ખોલવામાં આવી છે
મુખ્યમંત્રીએ આપેલી માહિતી મુજબ રાજસ્થાનમાં ચાલુ નાણાકીય વર્ષમાં ખોલવામાં આવેલી 88 નવી કોલેજોમાંથી 60 છોકરીઓની કોલેજો છે. સીએમએ કહ્યું કે રાજસ્થાનના રાજ્યના નાણા વિભાગે સરકારી કોલેજોમાં 1000 પદો પર ભરતીની મંજૂરી આપી છે. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) દ્વારા જૂન 2022 સુધીમાં સરકારી કોલેજની ભરતી અંગેની સૂચના જાહેર કરવામાં આવશે.