દુનિયાનો એક એવો દેશ જ્યાં અભ્યાસક્રમમાં જ શીખવવામાં આવે છે અંતિમ સંસ્કારના રીત રિવાજ અને વિધિની વિગતો
દુનિયામાં એક એવો દેશ જ્યાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં અંતિમ સંસ્કાર વિશે શીખવવામાં આવે છે. આપવામાં આવતી તાલીમ વિશે જાણો..

ભારત એક એવો દેશ છે જ્યાં ધાર્મિક લાગણી બધા જ અલગ અલગ ધર્મો માં માન્ય છે, જ્યારે કોઈ પણ વ્યક્તિનું નિધન થાય ત્યારે અંતિમ સંસ્કાર માટે પરિવાર એ પરંપરા ભજવે છે, પણ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં વિદ્યાર્થીઓને અંતિમ સંસ્કાર વિશે શીખવવામાં આવે છે.
શું તમને ખબર છે એ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવી છે અને કઈ છે …!
દુનિયામાં એક એવો દેશ જ્યાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં અંતિમ સંસ્કાર વિશે શીખવવામાં આવે છે, એ ઇન્સ્ટિટ્યૂટ દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં આવેલ બુસાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ટેકનોલોજી (BIST) દ્વારા આ કૉર્સ વિદ્યાર્થીઓ ને શીખવવા માં આવે છે. વિશ્વમાં બદલાતા સામાજિક માળખાને ઓળખીને, BIST એ અંતિમ સંસ્કાર વહીવટમાં અભ્યાસક્રમો શરૂ કર્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કર્યું છે. BIST ના વર્ગખંડો હવે ફક્ત એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ સુધી મર્યાદિત નથી રહ્યા. વિદ્યાર્થીઓને પરંપરાગત કોરિયન અંતિમ સંસ્કાર વિધિઓમાં વ્યવહારુ તાલીમ આપવામાં આવી રહી છે.
BIST યુનિવર્સિટી અંતિમ સંસ્કાર વહીવટનો કોર્સ ઓફર કરે છે, ત્યાં અંતિમ સંસ્કાર વર્ગમાં શબપેટીઓ(Coffin) પંક્તિમાં ગોઠવાયેલી હોય છે, વિદ્યાર્થીઓને પરંપરાગત કોરિયન અંતિમ સંસ્કાર સંભે (sambe) કાપડમાં પૂતળાઓને (Mannequins) કાળજીપૂર્વક લપેટીને શબપેટીઓમાં (Coffin) ઉતારવાનો અભ્યાસ શીખવવામાં આવે છે. શારીરિક પ્રક્રિયાઓ સાથે ધાર્મિક વિધિઓનું પણ અભ્યાસ કરવામાં આવે છે, શોક પરામર્શ, કાનૂની પાલન અને અંતિમ સંસ્કાર વ્યવસ્થાપન જેવી જરૂરી કુશળતાઓ પણ શીખવવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
આ વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જંગ જિન-યેઓંગ (27) કહે છે કે (BIST) જીવનના સૌથી સંવેદનશીલ પાસાઓ માટે તાલીમ આપે છે, અને જેમ સમાજ વૃદ્ધ થઈ રહ્યો છે, તેમ આવા વ્યવસાયો માટેની માંગ અને કોર્સ પ્રત્યેની રુચિ બંને વધશે અને ત્યાજ બીજા એક વિદ્યાર્થીએ કહ્યું કે તેની દાદીના અંતિમ સંસ્કારમાં અંતિમ સંસ્કાર નિર્દેશકો દ્વારા ભજવવામાં આવેલી ગૌરવપૂર્ણ ભૂમિકાએ તેને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રેરણા આપી.
કેમ વધી રહ્યું છે અંતિમ સંસ્કાર વ્યવસ્થાપનની માંગ
દક્ષિણ કોરિયામાં નોંધપાત્ર વસ્તી વિષયક પરિવર્તન આવી રહ્યું છે. વિશ્વની તુલનામાં આ દેશમાં જન્મદર ખૂબ ઓછો છે, જ્યારે આત્મહત્યાનો દર સર્વોચ્ચ છે. અહીંની અડધીથી વધુ વસ્તી 50 વર્ષ અથવા તેથી વધુ ઉંમરની છે, જ્યાં વૃદ્ધત્વ અને એકલતાની અસર દક્ષિણ કોરિયા વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધ થતા સમાજોમાંનો એક છે, જ્યાં એકલ-વ્યક્તિ પરિવારોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જેના કારણે પોતાના હાથે થયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય છે આ વસ્તી વિષયક પરિવર્તનને કારણે દેશમાં મૃત્યુ સંભાળ ઉદ્યોગની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પરિણામે દેશ એવા ઉપકરણો વિકસાવી રહ્યો છે જે અદ્રશ્ય મૃત્યુના સંકેતો શોધી શકે છે. આ પર્યાવરણીય નુકસાન અને જંતુઓના ઉપદ્રવને રોકવામાં મદદ કરી શકે છે. લોકોમાં વધતી રુચિ અને સામાજિક પરિવર્તનને પહોંચી વળવા માટે BIST એ આ અનન્ય કોર્સ શરૂ કર્યો છે.
આ કોર્સ દેશમાં આદરપૂર્ણ અને વૈજ્ઞાનિક વિદાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. BIST દ્વારા આ પહેલ દર્શાવે છે કે દક્ષિણ કોરિયા માત્ર ભવિષ્યની ટેકનોલોજી માટે જ નહીં, પરંતુ જીવનના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પાસાઓ માટે પણ વ્યાવસાયિકોને તૈયાર કરી રહ્યું છે. આ પ્રકારના કામની વધતી માંગને કારણે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે આ કોર્ષ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આવી નોકરીઓની ફક્ત માંગ વધશે.
આ સમાચાર લેખ BIST ના અંતિમ સંસ્કાર વહીવટ અભ્યાસક્રમ પર કેન્દ્રિત છે. આ સાથે એજ્યુકેશનને લગતા આવા જ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
