CBSE : ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આખરે રદ કરાઇ, વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા : PM MODI

CBSE : કેન્દ્ર સરકારે આ વર્ષે આખરે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી દીધી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આ અંગે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં પરીક્ષા રદ કરવા અંગે નિર્ણય લેવાયો છે.

| Updated on: Jun 01, 2021 | 8:30 PM

CBSE : કેન્દ્ર સરકારે આ વર્ષે આખરે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી દીધી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આ અંગે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં પરીક્ષા રદ કરવા અંગે નિર્ણય લેવાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા એ આપણી પ્રાથમિકતા છે. કોરોનાના માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતી તણાવની સ્થિતિ આપવી યોગ્ય લાગતું નથી. આપણે વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં નાંખી શકીએ નહીં. તેથી આ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અને પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાઈ રહી હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતીમાં આ બેઠકમાં વડાપ્રધાન સમક્ષ પરીક્ષા યોજવાને લગતા અનેક વિકલ્પ રજૂ કરાયા હતા. આ વિકલ્પો રાજ્ય સરકારો અને CBSE બોર્ડ સાથે લાંબી ચર્ચા વિચારણા બાદ તૈયાર કરાયા હતા. આ અગાઉ શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંક આજે બોર્ડ પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપવાના હતા, પરંતુ, કેન્દ્રીય શિક્ષણપ્રધાનની અચાનક તબિયત બગડતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બેઠકમાં પરીક્ષાના આયોજન અંગે ચર્ચા કરાઇ હતી. બેઠક દરમિયાન પરીક્ષા યોજવા અંગે તથા પરીક્ષા રદ્દ કરવાના તમામ વિકલ્પ અંગે પણ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છેકે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાની માગ પણ કરી હતી. તેમણે કહ્યું હતુ કે અગાઉના પર્ફોમન્સના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવવું જોઇએ.

 

અહીં નોંધનીય છેકે રાજય સરકાર દ્વારા ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે સીબીએસસી ધોરણ 12ની પરીક્ષાઓ રદ થતા હવે અનેક સવાલોએ જન્મ લીધો છે. ત્યારે નિષ્ણાતોના મતે ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષા રદ કરવા અંગે સરકાર વિચાર કરે તેવી આશા સેવાઇ રહી છે. ત્યારે હવે ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ અને રાજ્ય સરકાર આ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌ-કોઇની નજર મંડાયેલી રહેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">