CBSE ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
CBSE એ ધોરણ 10 અને 12 બોર્ડ એક્ઝામની હોલ ટિકિટ જાહેર કરી દીધી છે. પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. વિદ્યાર્થીએ એ નોંધ લેવી કે હોલ ટિકિટ વગર કોઈ પણને એક્ઝામ હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર બહાર પાડવામાં આવ્યા છે. CBSE ના નિયમિત વિદ્યાર્થીઓ પોતપોતાની શાળાઓમાંથી પ્રવેશ કાર્ડ મેળવી શકે છે.
જ્યારે ખાનગી વિદ્યાર્થીઓએ CBSE વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. વિદ્યાર્થીઓ અહીં દર્શાવેલ સ્ટેપ્સને અનુસરીને સરળતાથી પરીક્ષા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. ડેટશીટ પહેલેથી જ બહાર પાડવામાં આવી છે. હોલ ટિકિટમાં વિદ્યાર્થીનું નામ, રોલ નંબર વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ માહિતી નોંધવામાં આવશે. એક્ઝામ સીબીએસઈ એ જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર જ લેવામાં આવશે.
આ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો
- CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જાઓ.
- હોમ પેજ પર આપેલ એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
- યુઝર્સે ID અને પાસવર્ડ જેવી વિગતો એન્ટર કરવી પડશે.
- એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
- તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લેવી.
ઉત્તરવહીઓ નાબૂદ કરવાનો નિર્ણય
આ વર્ષે બોર્ડે એકાઉન્ટન્સી વિષયમાં આપવામાં આવતી ઉત્તરવહીઓ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હિતધારકો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે લેવામાં આવ્યો છે. CBSE દ્વારા જાહેર કરાયેલી ઓફિશિયલ સૂચના અનુસાર એવી માહિતી આપવામાં આવે છે કે બોર્ડની પરીક્ષા 2024થી CBSE હિતધારકો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે તે ઉત્તરવહીઓને દૂર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં એકાઉન્ટન્સી વિષયનું ટેબલ આપવામાં આવ્યું હતું. CBSE વિદ્યાર્થીઓને કોઈ સમગ્ર ડિવિઝન, ડિસ્ટિંક્શન કે એગ્રીગેટ એવોર્ડ ન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે ગયા વખતે પણ ટોપર લિસ્ટ જાહેર કર્યું ન હતું.

