AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE single board exam: CBSE બોર્ડની પરીક્ષા આગામી સત્રથી માત્ર એક જ વાર લેવામાં આવશે, જાણો કેવો રહેશે 10-12નો અભ્યાસક્રમ

CBSE board exam : સીબીએસઈ (CBSE) એ આગામી શૈક્ષણિક વર્ષથી એક જ વાર પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. આગામી સત્રથી, 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ એકવાર (CBSE single board exam) લેવામાં આવશે.

CBSE single board exam: CBSE બોર્ડની પરીક્ષા આગામી સત્રથી માત્ર એક જ વાર લેવામાં આવશે, જાણો કેવો રહેશે 10-12નો અભ્યાસક્રમ
CBSE board office ( file photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 10:23 AM
Share

CBSE single board exam: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આગામી શૈક્ષણિક વર્ષથી એક જ વાર પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. આગામી સત્રથી, 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ માત્ર એક જ વાર લેવામાં આવશે (CBSE board exam 2022). એટલે કે આ વખતે બે ટર્મ પોલિસી નાબૂદ કરવામાં આવશે. કોરોના મહામારી પહેલા CBSE બોર્ડની પરીક્ષાને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટર્મ-1 બોર્ડની પરીક્ષા ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામાં આવી હતી, જ્યારે ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થવાની છે. સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બોર્ડે શાળાઓ તરફથી રજૂઆતો મળ્યા બાદ સિંગલ પરીક્ષા પેટર્ન પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે CBSEએ ક્યારેય જાહેરાત કરી નથી કે હવેથી બે ટર્મની પરીક્ષાનું ફોર્મેટ ચાલુ રહેશે.

કોરોનાના કારણે પરીક્ષા બે ટર્મમાં લેવાઈ

અધિકારીએ કહ્યું કે હવે શાળાઓ સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવામાં આવી છે, તેમજ તમામ વિદ્યાર્થીઓ પણ સંપૂર્ણ ક્ષમતા સાથે શાળાઓમાં આવી રહ્યા છે, તેથી માત્ર એક જ વાર પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સીબીએસઈ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેના પર મંજૂરીની મહોર લાગશે. ગયા વર્ષે કોરોનાને કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. અગાઉની પરીક્ષાઓ, પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેમના માર્કસના આધારે કરવામાં આવ્યું હતું. બીજી બાજુ, જો આપણે CBSE અભ્યાસક્રમ (CBSE syllabus) વિશે વાત કરીએ, તો CBSE એ છેલ્લા બે વર્ષમાં અપનાવવામાં આવેલી નીતિને યથાવત રાખશે.

અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર નહીં કરાય

સિલેબસમાં 30 ટકાનો ઘટાડો કરાયો હતો. શાળાઓ હાલના પુસ્તકોનો ઉપયોગ કરીને ઘટાડેલા અભ્યાસક્રમને શીખવી શકે છે. નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન (NEP 2020) દરખાસ્ત કરે છે કે તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવે. એક મુખ્ય પરીક્ષા માટે અને એક સુધારણા માટે.

આ પણ વાંચોઃ

મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી

આ પણ વાંચોઃ

Madhya Pradesh : ખરગોન હિંસાના કેસમાં દિગ્વિજયસિંહની સમસ્યાઓ વધી, વધુ ચાર સાથે અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">