AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Courses After 12th: ધોરણ-12 પાસ કર્યા પછી શું કરવું, જેથી તમે સારી અને ઝડપથી કરી શકો કમાણી, જાણો આટલા કોર્ષ

Best Courses After 12th: તમે 12મું પાસ કર્યું છે અને હવે તમે સારો કોર્સ કરીને ઝડપથી પૈસા કમાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. અમે તમારા માટે આવા જ કેટલાક કોર્સ લાવ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

Best Courses After 12th: ધોરણ-12 પાસ કર્યા પછી શું કરવું, જેથી તમે સારી અને ઝડપથી કરી શકો કમાણી, જાણો આટલા કોર્ષ
Best Courses After 12th
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 4:06 PM
Share

Ahmedabad : ગુજરાત બોર્ડના ધોરણ 12નું આજે એટલે કે 31 મે 2023ના રોજ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હવે મોટો પ્રશ્ન એ છે કે 12માં પછી ક્યો કોર્સ શ્રેષ્ઠ છે? જેથી તમે ઝડપથી કમાણી શરૂ કરી શકો. તેથી, અમે તમારા માટે એવા કેટલાક કોર્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમે ઝડપથી કમાણી શરૂ કરી શકો છો…

આ પણ વાંચો : GSEB HSC Result 2023 Declared: આ કેન્દ્રમાં ધોરણ-12નું પરિણામ 100 % આવ્યું, પરીક્ષા આપનાર તમામ પાસ, જાણો કોણ છે આ હોંશિયાર વિદ્યાર્થીઓ

  • એનિમેશન ડિઝાઈનિંગ કોર્સ

જો તમે હોલીવુડ ફિલ્મોના શોખીન છો, તો તમારે એનિમેશન વિશે જાણવું જ જોઈએ. આ સાથે, જો તમારી પાસે ક્રિએટિવ વિચાર છે તો એનિમેશન ડિઝાઈનિંગ કોર્સ તમારા માટે છે. દેશભરની ઘણી સંસ્થાઓમાં પ્રમાણપત્રથી લઈને ડિપ્લોમા સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેના પછી તમે સરળતાથી દર મહિને 25થી 30 હજાર રૂપિયા કમાઈ શકો છો. જો તમારી પાસે ઘણો અનુભવ છે, તો તમારો પગાર લાખો સુધી જઈ શકે છે.

  • ઈન્ટિરિયર ડિઝાઈનિંગ કોર્સ

12માં પછી જો તમને પેઈન્ટિંગ જેવા કામમાં રસ હોય તો તમે ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કરી શકો છો. ઘણી સારી સંસ્થાઓ ઈન્ટીરીયર ડીઝાઈનીંગના કોર્સ ઓફર કરે છે. કોર્સ પૂરો કર્યા પછી તમે સારા પગારની નોકરી મેળવી શકો છો.

  • વેબસાઇટ, પ્રોગ્રામ, સોફ્ટવેર કોર્સ

જો તમે સાયન્સ સ્ટ્રીમમાંથી 12મું કર્યું છે તો તમે કેટલાક ટૂંકા ગાળાના અભ્યાસક્રમો સાથે પણ કમાણી કરી શકો છો. આ કોર્સ કર્યા પછી તમે સારી કમાણી કરી શકો છો. જેમ કે વેબસાઇટ ડિઝાઇન, સોફ્ટવેર અપડેટ વગેરે.

  • ફિટનેસ ટ્રેનર

ફિટનેસ આજના યુવાનોની સૌથી મોટી માંગ છે. ઘણા યુવાનો બોડી બનાવવા માટે જીમમાં જાય છે. માત્ર યુવાનો જ નહીં પરંતુ દરેક લોકો. આવી સ્થિતિમાં, તમે ફિટનેસ શિક્ષકના ક્ષેત્રમાં પણ કરિયર બનાવી શકો છો. આ સાથે જિમ વગેરેમાં ફિટનેસ ટ્રેનર્સની પણ જરૂર છે. તમે ફિટનેસ ટ્રેનર કોર્સ કરીને પણ સારી કમાણી કરી શકો છો.

  • ફેશન ડિઝાઇનિંગ

આ સિવાય 12મું પાસ યુવકો પણ ફેશન ડિઝાઈનિંગમાં કરિયર બનાવી શકે છે. આવી ઘણી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ છે. જે ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે. જે પછી તમે શરૂઆતમાં 25 થી 35 હજાર રૂપિયા કમાઈ શકો છો.

  • હોટેલ મેનેજમેન્ટ કોર્સ

12 પાસ યુવાનો પાસે સારી તક છે કે તેઓ હોટલ મેનેજમેન્ટમાં કરિયર બનાવી શકે. દેશભરમાં ઘણી સંસ્થાઓ છે જે કોર્સ ઓફર કરે છે. જો તમારે સારી કમાણી કરવી હોય તો તમે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી શકો છો.

  • Youtube થી કમાણી કેવી રીતે કરવી

12મા પછી જો તમે જાતે કંઈક કરવા માંગતા હો, તો Youtube એ કમાવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આમાં કોઈ કોર્સની જરૂર નથી. તમારે અહીં તમારી પ્રતિભા બતાવવાની જરૂર છે. તો તમે ઘરે બેઠા લાખો કમાઈ શકો છો.

  • ફૂટવેર ડિઝાઇનિંગ

ફૂટવેર ડિઝાઇનિંગ ક્ષેત્રે, વિદ્યાર્થીઓ ફૂટવેરને નવો દેખાવ આપવા માટે તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ કરે છે. કારણ કે તે માત્ર ફૂટવેર ડિઝાઇન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ફેબ્રિક અને કલરનો પ્રયોગ થતો હોય છે, જે ફૂટવેરને નવો દેખાવ આપવા માટે કરવામાં આવે છે. પહેલા ફૂટવેર માત્ર ચામડામાંથી જ બનાવવામાં આવતા હતા, પરંતુ હવે તેમાં ઘણી વેરાયટી આવી ગઈ છે. હવે ફૂટવેર નિષ્ણાતોએ પ્લાસ્ટિક, જ્યુટ, રબર અને કાપડમાંથી પણ ફૂટવેર બનાવવાનું શરૂ કર્યું છે. ફેશનના આ યુગમાં ફૂટવેર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને ઈન્ટરનેશનલ કંપનીઓ ખૂબ જ સક્રિય છે. આ કારણે ફૂટવેર ઉદ્યોગમાં વ્યાપ ઝડપથી વધ્યો છે.

  • સરકારી નોકરી માટે કરો તૈયારી

12મા પછી જો તમારે સરકારી નોકરી જોઈતી હોય તો તમે સારો સમય કાઢીને તેની તૈયારી કરી શકો છો. ઘણી જગ્યાઓ પર 12 પાસ પછી સરકારી નોકરીની તૈયારીઓ કરવામાં આવે છે. અહીંથી તમે મહિને 35 થી 40 હજાર રૂપિયા કમાઈ શકો છો.

  • પોલીસ અને આર્મીની તૈયારી

12 પાસ ઉમેદવારો માટે પોલીસથી લઈને આર્મી સુધી, સમયાંતરે ભરતી બહાર આવે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમે આ અજમાવી શકો છો. CRPF, CISF વગેરેમાં પણ 12 પાસ ઉમેદવારો માટે સમયાંતરે નોકરીઓ બહાર પડે છે. આમાં પૈસાની કોઈ કમી નથી.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">