AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Students ધ્યાન આપો…. IIT એડમિશનમાં થઈ શકે છે મોટો ફેરફાર ! હવે JEE સ્કોર સિવાય આ માર્ક્સ પણ કરવામાં આવશે ચેક

IIT admission : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ IITમાં પ્રવેશ માટે ફરી એકવાર 12માના માર્કસ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે.

Students ધ્યાન આપો.... IIT એડમિશનમાં થઈ શકે છે મોટો ફેરફાર ! હવે JEE સ્કોર સિવાય આ માર્ક્સ પણ કરવામાં આવશે ચેક
JEE Advanced Exam
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 2:50 PM
Share

તમે JEE Examની તૈયારી કરો છો તો આ ન્યૂઝ તમારે જાણવા જરૂરી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના એડમિશન માટે ધોરણ-12ના માર્ક્સ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. એક વખત ફરીથી IITમાં એડમિશન માટે ધોરણ-12ના માર્ક્સની જરૂર પડશે. IITs એ આવનારા શૈક્ષણિક સત્રથી પ્રવેશ માટે કોવિડ રોગચાળા પહેલા 12માં ધોરણના પ્રદર્શન માપદંડને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં આવતા વર્ષથી IITમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ ધોરણ 12માં સારું પરફોર્મ કરવું પડશે.

કોવિડ રોગચાળાને કારણે બોર્ડની પરીક્ષામાં સમસ્યાઓ ઊભી થઈ હતી

હકીકતમાં 2020માં IIT એ પ્રવેશના નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો હતો. પ્રવેશ માટે 12માં ધોરણની બોર્ડ પરીક્ષામાં પ્રદર્શન માપદંડ દૂર કરવામાં આવ્યા છે. IIT દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે કોવિડ રોગચાળાને કારણે બોર્ડની પરીક્ષામાં સમસ્યાઓ ઊભી થઈ હતી. પ્રવેશ માટે અન્ય વિષયો સિવાય ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને ભાષા જેવા ચાર વિષયોમાં પાસ થવું જરૂરી હતું. આ સિસ્ટમ બે વર્ષ સુધી એટલે કે JEE (એડવાન્સ્ડ) 2022 સુધી ચાલુ રહી.

તેમજ કોવિડ પછી દેશમાં ફરી એકવાર જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. શૈક્ષણિક જીવન પણ સામાન્ય બની રહ્યું છે. આ જ કારણ છે કે હવે દેશભરની આઈઆઈટીએ નિર્ણય લીધો છે કે, 12માં માર્કસ અંગે આપવામાં આવેલી છૂટછાટને નાબૂદ કરી દેવી જોઈએ. આ ઉપરાંત ફરી એકવાર રોગચાળા પહેલાની સિસ્ટમ પર પાછા ફરવામાં આવશે.

પ્રવેશ માટે જૂના નિયમો શું હતા?

કોવિડ રોગચાળાની શરૂઆત પહેલા, JEE (એડવાન્સ્ડ) માં ક્વોલિફાઇંગ રેન્ક ધરાવતા સામાન્ય કેટેગરીના વિદ્યાર્થી પાસે IITમાં પ્રવેશ માટે 12માં ધોરણમાં ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ હોવા જોઈએ. જો વિદ્યાર્થી તેના બોર્ડના પરિણામમાં ટોપ 20 પર્સન્ટાઈલમાં હોય તો પણ તેને પ્રવેશ આપી શકાય છે.

બીજી તરફ, SC અને ST ઉમેદવારોએ બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. જો સાદી ભાષામાં સમજીએ તો, જો વિદ્યાર્થીએ ધોરણ 12ની એક્ઝામમાં સારૂં પરફોર્મ ન કર્યું હોય તો તેઓ JEE (Advanced) રેન્કના માધ્યમથી પણ IITમાં એડમિશન સિક્યોર નહી કરી શકે.

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">