અમદાવાદ: ધો.10ના વિદ્યાર્થીઓ માટે આજથી ત્રણ દિવસ પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન, 45 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા

શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ છે.

અમદાવાદ: ધો.10ના વિદ્યાર્થીઓ માટે આજથી ત્રણ દિવસ પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન, 45 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા
UGC NET Exam (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 10:16 AM

આજથી ત્રણ દિવસ સુધી ધોરણ 10 બોર્ડનાં વિદ્યાર્થીઓની પ્રિ – બોર્ડ પરીક્ષાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ છે. સવારે 7.30 વાગે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે. સવારે 8 વાગ્યાથી 11.15 સુધી પરીક્ષા યોજાશે. જેમાં અમદાવાદ શહેરની 600થી વધુ સ્કૂલમાં ધોરણ.10માં અભ્યાસ કરતા 45,563 વિદ્યાર્થીઓએ આજે એક્સામ આપશે.

સરકારની અનોખી પહેલ

મહત્વનું છે કે, ધોરણ 10નાં વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય, ભયમુક્ત બની બાળકો પરીક્ષા આપી શકે તે હેતુથી પ્રિ -બોર્ડ પરીક્ષા લેવાશે. પહેલીવાર બોર્ડની પરીક્ષા પહેલા બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષાનું આયોજન કરાઇ રહ્યું છે. બોર્ડની જેમ જ વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર આપવામાં આવ્યો છે. તમામ શાળાઓમાં એક સરખા પેપર રહેશે. ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એમ ત્રણ વિષયની પરીક્ષા લેવાશે. એટલે કે આજથી ત્રણ દિવસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

બોર્ડ એક્ઝામની જેમ જ લેવાશે આ પરીક્ષા

પરીક્ષાના પેપર DEO કચેરી તરફથી તમામ શાળાઓને પહોંચાડી દેવાયા છે. અમદાવાદના 45 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા DEO નિકોલ ખાતેની શાળાએ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં આજથી DEO આયોજિત ધો.10ની પ્રિ-બોર્ડ એક્ઝામનો પ્રારંભ થયો છે. જેમાં ફૂલ આપી વિદ્યાર્થીઓનું મોં મીઠું પણ કરાવાશે. તથા 10 ઝોનના સ્ટ્રોંગ રૂમમાંથી સીલબંધ કવરમાં પેપર પહોંચાડાશે. તેમજ શહેરમાં ધોરણ.10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ એક્ઝામનો આજથી પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગેરરીતિ ન થાય તેના માટે સ્ક્વોડ તૈનાત

અમદાવાદ શહેરમાં ધોરણ.10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ એક્ઝામનો આજે ગુરૂવારથી પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મો મીઠું કરાવી પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે. તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગેરરીતિ ન થાય તેના માટે સ્ક્વોડની કુલ 20 ટીમ તૈનાત રહેશે. આ ઉપરાંત શહેરના કુલ 10 ઝોનમાં ઉભા કરેલા સ્ટ્રોગરૂમમાંથી સીલબંધ કવરમાં પેપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં આવશે.

45થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ધોરણ.10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે તે પહેલા જ તેમને પરીક્ષાનો અનુભવ થાય તેના માટે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રિ-બોર્ડ એક્ઝામ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરની 600થી વધુ સ્કૂલમાં ધોરણ.10માં અભ્યાસ કરતાં 48 હજાર જેટલા વિદ્યાર્થીઓમાથી 45,563 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">