Ayodhya: આ વર્ષે ભવ્ય હશે રામનગરીમાં દીપોત્સવ, મુખ્ય આકર્ષણમાં 3-D હોલોગ્રાફિક અને લેસર શો માટે લગાવામાં આવ્યા 500 ડ્રોન
Ayodhya: અહીં ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવશે. આ માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ આજે અયોધ્યા પહોંચ્યા છે. આ વર્ષના દીપોત્સવ કાર્યક્રમમાં 3-ડી હોલોગ્રાફિક શો અને પ્રોજેક્શન મેપિંગ પણ હશે.
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ અયોધ્યા(Ayodhya)ના પવિત્ર સરયુ કાંઠાના કિનારે સ્થિત ‘રામ કી પૈડી સંકુલ’ 3 નવેમ્બરે એક ભવ્ય કાર્યક્રમનું સાક્ષી બનશે. આજે અહીં ભવ્ય દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવશે. આ માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ(CM Yogi Adityanath) પણ આજે અયોધ્યા પહોંચ્યા છે. આ વર્ષના દીપોત્સવ કાર્યક્રમમાં 3-ડી હોલોગ્રાફિક શો (3-D holographic) અને પ્રોજેક્શન મેપિંગ પણ હશે.
આજે સાંજે સરયુ ઘાટને 9 લાખ દીવાઓથી પ્રગટાવવામાં આવશે, જે એક વિશ્વ રેકોર્ડ હશે. સીએમ યોગી પણ આજે અયોધ્યા પહોંચ્યા હતા અને દીપોત્સવ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. આજે સવારે અયોધ્યામાં શ્રી રામના આગમનને પ્રતીકાત્મક સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું હતું. આ દરમિયાન અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
રામાયણ કાર્નિવલની થીમ પર 11 રથ સાથેની ઝાંખી કાઢવામાં આવી હતી. ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણ સાથે પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યા. તેમને હેલિપેડથી રથમાં રામકથા પાર્ક લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ભગવાન રામનો રાજ્યાભિષેક સીએમ યોગીએ કર્યો હતો.
એરિયલ ડ્રોન શો મુખ્ય આકર્ષણ રહેશે
બીજી તરફ સાંજે દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન સમગ્ર સરયુ ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે. રામ કી પૈડી સાથે જોડાયેલા 32 ઘાટ પર લગભગ 9.51 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. જ્યારે સમગ્ર જિલ્લામાં 12 લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. ગયા વર્ષે દીપોત્સવમાં છ લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા જે એક વિશ્વ રેકોર્ડ હતો. તે જ સમયે, આ વર્ષે પ્રથમ વખત યોજાતો એરિયલ ડ્રોન શો અયોધ્યા દિવાળી પર્વની ભવ્યતા અને આકર્ષણને અનેક ગણો વધારવા જઈ રહ્યો છે. આ માટે 500 ડ્રોન લગાવવામાં આવ્યા છે. જે મુખ્ય આકર્ષણ રહેશે. આ સાથે, રામ કી પૈડી પર 3-ડી હોલોગ્રાફિક શો અને પ્રોજેક્શન મેપિંગ પણ હશે.
છેલ્લા 5 વર્ષથી દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે
ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. દર વર્ષે આ પ્રસંગની ભવ્યતા વધતી જાય છે. આ વખતે પણ દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન લેસર શો અને રામ દરબાર ઉપરાંત રામ બજાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આ પણ વાંચો: એવું મશીન જે પ્લાસ્ટિક કચરાને પેટ્રોલ-ડીઝલમાં બદલી દે છે, અહીં 10 રૂપિયામાં તૈયાર થાય છે 1 લીટર પેટ્રોલ-ડીઝલ