2024 સુધીમાં કૃષિમાં ડીઝલનો ઉપયોગ બંધ થશે, રિન્યુએબલ એનર્જીનો થશે ઉપયોગ: ઉર્જા મંત્રી આર.કે.સિંહ

ઉર્જા મંત્રી આર.કે સિંહે (Power Minister RK Singh)કહ્યું કે ભારત વર્ષ 2024 સુધીમાં કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)માં ઝીરો-ડીઝલના ઉપયોગનું લક્ષ્ય હાંસલ કરશે અને ડીઝલને બદલે રિન્યુએબલ એનર્જી (Renewable Energy)નો ઉપયોગ કરવાનું શરૂ કરશે.

2024 સુધીમાં કૃષિમાં ડીઝલનો ઉપયોગ બંધ થશે, રિન્યુએબલ એનર્જીનો થશે ઉપયોગ: ઉર્જા મંત્રી આર.કે.સિંહ
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Feb 12, 2022 | 4:10 PM

ઉર્જા મંત્રી આર.કે સિંહે (Power Minister RK Singh)કહ્યું કે ભારત વર્ષ 2024 સુધીમાં કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)માં ઝીરો-ડીઝલના ઉપયોગનું લક્ષ્ય હાંસલ કરશે અને ડીઝલને બદલે રિન્યુએબલ એનર્જી (Renewable Energy)નો ઉપયોગ કરવાનું શરૂ કરશે. સિંહે ઉર્જા અને નવી અને રિન્યુએબલ એનર્જી મંત્રાલયના અધિકારીઓ સાથેની ‘ઓનલાઈન’ બેઠકમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં ડીઝલને બદલે રિન્યુએબલ એનર્જી સંસાધનોનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે. આ રીતે ભારત વર્ષ 2024 સુધીમાં કૃષિ ક્ષેત્રે શૂન્ય-ડીઝલ વપરાશનું લક્ષ્ય હાંસલ કરશે.

ઉર્જા મંત્રાલયના એક નિવેદન અનુસાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વધારાના મુખ્ય સચિવો અને ઉર્જા વિભાગોના મુખ્ય સચિવો પણ આ બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં દેશના ઉર્જા બદલાવ લક્ષ્યોને પૂર્ણ કરવામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની અધ્યક્ષતામાં સિંહે ઊર્જા સંરક્ષણ અને કાર્યક્ષમતા માટે અલગ રાજ્ય-કેન્દ્રીત એજન્સી માટે હાકલ કરી. તેમણે કહ્યું કે દેશની આબોહવા પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે રાજ્ય-કેન્દ્રીત એજન્સીની સ્થાપના જરૂરી છે.

લક્ષ્યો હાંસલ કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા પર ભાર

ઉર્જા મંત્રીએ કહ્યું કે અર્થતંત્રના સંભવિત ક્ષેત્રોમાં ઉર્જા-કાર્યક્ષમ પગલાં મોટાપાયા પર અપનાવવા પડશે અને આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારા સંકલનની જરૂર પડશે. તેમણે કહ્યું કે આને રાજ્ય-કેન્દ્રીત એજન્સી બનાવીને સુનિશ્ચિત કરી શકાય છે.

તેઓએ વધુમાં કહ્યું કે રાજ્યોએ આપેલા લક્ષ્યોને હાંસલ કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ. કેન્દ્ર સરકાર નવા અને આધુનિક ભારતના નિર્માણની દિશામાં કામ કરી રહી છે અને આ આધુનિક ઉર્જા પ્રણાલી વિના હાંસલ કરી શકાશે નહીં. આ સાથે તેમણે કોમર્શિયલ બિલ્ડીંગોમાં ઈસીબીએસ (એનર્જી કન્ઝર્વેશન ઈન બિલ્ડીંગ્સ) સ્ટાન્ડર્ડ અને ઘરેલું ઈમારતોમાં ઈકો-રેસિડેન્સ સ્ટાન્ડર્ડ લાગુ કરવાની સલાહ પણ આપી.

આર.કે સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2024 સુધીમાં કૃષિમાં ડીઝલનો ઉપયોગ સમાપ્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત ડીઝલને બદલે રિન્યુએબલ ઊર્જાનો ઉપયોગ કરશે. મીટિંગ દરમિયાન ઉર્જા મંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે વ્યાપારી ઈમારતોએ ઈસીબીએસનું પાલન કરવું જોઈએ અને ઘરેલું ઈમારતો ઇસીઓ રહેઠાણ હોવી જોઈએ અને બિલ્ડિંગ પેટા-નિયમોનો ભાગ હોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે વીજળીની સમગ્ર માંગ ઊર્જા સંગ્રહની મદદથી બિન-અશ્મિભૂત ઇંધણ પદ્ધતિઓ દ્વારા પૂરી કરવામાં આવશે.

ભારત આ 5 લક્ષ્યો હાંસલ કરવા માંગે છે

નવેમ્બર 2021માં ગ્લાસગોમાં યોજાયેલી COP26 ક્લાઈમેટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા માટે ભારતના ‘પંચામૃત’ની જાહેરાત કરી હતી. આ પાંચ અમૃત તત્વો નીચે મુજબ છે.

1) ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્ય સુધી પહોંચી જશે.

2) વર્ષ 2030 સુધીમાં ભારત તેની 50 ટકા ઉર્જાની જરૂરિયાત રિન્યુએબલ એનર્જીથી પૂરી કરશે.

3) ભારત હવેથી 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે.

4) ભારત 2030 સુધીમાં તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતામાં 45 ટકાનો ઘટાડો કરશે.

5) વર્ષ 2070 સુધીમાં ભારત ‘નેટ ઝીરો’નું લક્ષ્ય હાંસલ કરી લેશે.

આ પણ વાંચો: Dry Farming: સૂકી ખેતી શું છે? જાણો આ ખેતીમાં વાવણી અને સુધારેલી જાતો વિશે

આ પણ વાંચો: Technology: ઈન્ટરનેટ અને Paytm એપ ઓપન કર્યા વગર પણ કરી શકાય છે પેમેન્ટ, જાણો શું છે પ્રોસેસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati