Cotton Procurement on MSP: ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગુજરાત અને મહારાષ્ટ્રને પાછળ છોડ્યા આ રાજ્યએ

|

Dec 26, 2021 | 11:32 AM

તેલંગાણા દેશમાં ત્રીજું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય છે. તેમ છતાં, તેણે સરકારી ખરીદીનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કર્યો? આ વર્ષે, MSP પર દેશમાં રૂ. 26,719 કરોડના કપાસની ખરીદી કરવામાં આવી હતી, જેમાંથી એકલા તેલંગાણાનો હિસ્સો રૂ. 10167 કરોડ છે.

Cotton Procurement on MSP: ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગુજરાત અને મહારાષ્ટ્રને પાછળ છોડ્યા આ રાજ્યએ
Cotton production (File Photo)

Follow us on

ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન (Cotton production)મહારાષ્ટ્ર ( Maharashtra)અને ગુજરાત (Gujarat) માં થાય છે. પરંતુ આ બંને મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) પર ખરીદીમાં તેલંગાણા કરતાં પાછળ છે. વર્ષ 2020-21માં તેલંગાણાએ કપાસની સરકારી ખરીદીના મામલામાં તમામ રાજ્યોને પાછળ છોડી દીધા છે. મહારાષ્ટ્ર સૌથી મોટું ઉત્પાદક છે, પરંતુ તેલંગાણા (Telangana) ની સરખામણીમાં તે કપાસની સરકારી ખરીદીમાં 50 ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે. તેની સામે ગુજરાત ક્યાંય જોવા નથી મળી રહ્યું. દેશના 11 રાજ્યોમાં MSP પર કપાસની ખરીદી (Purchase of cotton)કરવામાં આવી છે.

આ વર્ષે, MSP પર દેશભરમાં રૂ. 26,719 કરોડના કપાસની ખરીદી કરવામાં આવી હતી, જેમાંથી એકલા તેલંગાણામાં રૂ. 10167.62 કરોડનો હિસ્સો છે. રાજ્યના કૃષિ મંત્રી એસ. નિરંજન રેડ્ડીના જણાવ્યા અનુસાર, ગુણવત્તાયુક્ત કપાસ ઉત્પાદનમાં તેલંગાણા દેશમાં ટોચ પર છે. તેમના મતે, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) જ્યારે બજારમાં ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કરતા ઓછા હોય ત્યારે કપાસની ખરીદી કરે છે. કપાસની ખરીદી માટે રાજ્યમાં 376 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા.

તેલંગાણામાં રેકોર્ડ ખરીદી પાછળનું કારણ શું છે?

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

હૈદરાબાદના સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના કૃષિ નિયામક દેવી પ્રસાદ જુવવાડીએ TV-9 ડિજિટલને જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્રને કપાસના સંદર્ભમાં પોર્ટનો ફાયદો થાય છે, તેથી ત્યાંના ખેડૂતો ઓપન માર્કેટ MSP કરતા ઉંચો દર વસૂલી રહ્યા છે. ત્યાં સરકારને ખરીદવાની જરૂર ન પડી. જો ખાનગી ક્ષેત્ર તેલંગાણાથી ખરીદી કરે છે, તો તેને પોર્ટ સુધી પરિવહનમાં મુશ્કેલી પડશે. એટલા માટે અહીં MSP પર ખરીદી સારી રહી. જો સરકારી ખરીદી સારી હોય તો ખેડૂતો માટે સારી વાત છે.

મોટા રાજ્યો પર ભારી પડ્યું નાનું રાજ્ય

કૃષિ નિષ્ણાત બિનોદ આનંદ કહે છે કે તેલંગાણામાં કપાસની વેરાયટી સારી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માગ છે. રાજ્ય સરકાર કપાસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહી છે. કપાસના બિયારણના ભાવ અંકુશમાં આવ્યા છે. ખેડૂતોને સુવિધા આપવામાં આવી છે. અહીંના ખેડૂતો ગુણવત્તાને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. નાના રાજ્યો મોટા રાજ્યોને ભારી પડી રહ્યા છે. અન્ય રાજ્યોએ તેની ખરીદીમાંથી શીખવું જોઈએ.

રાજ્યના કૃષિ મંત્રી એસ. નિરંજન રેડ્ડી કહે છે કે સરકાર 2021-22ની સિઝન માટે કપાસની MSP કરવા માટે ઓનલાઈન કોટન સોફ્ટવેર પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ પ્રદાન કરી રહી છે. MSP મેળવવા માટે યોગ્ય સરેરાશ ગુણવત્તા (FAQ) જાળવવા માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.

દેશમાં ઉત્પાદન કેટલું છે.

2020-21ના ચોથા આગોતરા અંદાજમાં દેશમાં 353.84 લાખ ગાંસડી (170 કિલો પ્રત્યેક) કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ છે. 2021-22માં સામાન્ય કપાસનો લઘુત્તમ ટેકાના ભાવ 5726 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે લાંબા રેશાવાળા કપાસની MSP 6025 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, આ વર્ષે કપાસ ક્વિન્ટલ દીઠ રૂ. 9000 સુધી વેચાયો છે, કારણ કે ઓછા ઉત્પાદનને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની સારી માગ છે.

આ પણ વાંચો: Facebook Trick: ફેસબુક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરવી એકદમ સરળ, અપનાવો આ ટ્રિક

આ પણ વાંચો: Viral: બળદનો શિકાર કરવામાં સિંહણોને વળી ગયો પરસેવો ! ઘટના CCTV માં થઈ કેદ

Next Article