AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: બળદનો શિકાર કરવામાં સિંહણોને વળી ગયો પરસેવો ! ઘટના CCTV માં થઈ કેદ

બળદ પર બે સિંહણના હુમલાનો એક આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં બળદે બે સિંહણથી પોતાનું રક્ષણ કર્યું છે. બળદ અને સિંહોનો આ વીડિયો એક સીસીટીવીમાં કેદ થયો છે.

Viral: બળદનો શિકાર કરવામાં સિંહણોને વળી ગયો પરસેવો ! ઘટના CCTV માં થઈ કેદ
Lionesses Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:18 AM
Share

‘રામ રાખે તેમો કોણ ચાખે ‘ મોટાભાગના લોકોએ આ કહેવત ઘણી વાર સાંભળી હશે, પરંતુ આ વીડિયો (Viral Videos) જોયા પછી તમને પણ ખાતરી થઈ જશે કે નસીબ હશે તો તમારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. વાયરલ થઈ રહેલા વીડિયો (Social Media)માં તમે જોઈ શકો છો કે બે સિંહણ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં પ્રવેશતી જોવા મળે છે અને ત્યારે જ તેમની નજર ગલીના ખૂણામાં ઉભેલા એકલા બળદ પર પડે છે. બંને સિંહણ તેનો શિકાર કરવા બળદ તરફ આગળ વધે છે. 

બળદ પોતાનો જીવ બચાવાની પુરેપુરી કોશિશ કરી રહ્યો છે. એક સિંહણ (Lionesses Viral Video) પહેલા બળદ તરફ આગળ વધે છે. અને બળદની ગરદન પર પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બળદ સજાગ રહીને તેને શિંગડા વડે દૂર ધકેલી દે છે.

સિંહણ બળદનો શિકાર કરવા માટે તેના પર સતત હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેના પ્રયત્નો ચાલુ જ રહે છે. પણ સફળતા મળતી નથી. દર વખતે બળદ તેમના હુમલાને નિષ્ફળ બનાવી દે છે. જેમાં બંને સિંહણ તેમના પ્રયાસમાં નિષ્ફળ રહે છે. આ પછી બળદ સિંહણને ગલીની બીજી તરફ ભગાડતો જોવા મળે છે. બાદમાં સિંહણ તેનો પીછો કરતી જોવા મળે છે. પરંતુ તેઓ તેનો શિકાર કરવામાં અસમર્થ છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Meme wala (@memewalanews)

આ વીડિયો memewalanews નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. જેને હજારો વ્યુઝ અને લાઈક્સ મળ્યા છે. ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘જંગલમાં જ માત્ર સિંહનું ચાલે છે, રસ્તાઓ પર બળદનું રાજ.’

જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘મેં આવો નજારો પહેલીવાર જોયો છે.’ ત્યારે લોકો વીડિયો ક્લિપ એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ્સો અને પ્રતિક્રિયાઓ પણ આપે છે. આ વીડિયો જોયા પછી તમને પણ આશ્ચર્ય જરૂર થયું હશે. લોકોનું કહેવું છે કે, તેઓએ પહેલીવાર રોડ પર સિંહોને બળદનો શિકાર કરતા જોયા છે.

આ પણ વાંચો: Technology: ફેક વેબસાઈટ પર ક્લિક કરતાં જ ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ, બચવા માટે ધ્યાન રાખો આ બાબતો

આ પણ વાંચો: Viral: જંગલી સુંવરે કરી ગેંડાને સળી ! મુવીની જેમ એક્સન સીન થતાં સુંવરની હાલત થઈ ખરાબ

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">