AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ યુવક આજે ખેડૂતોને ઓર્ગેનિક હળદરની ખેતીમાં કરાવી રહ્યો છે લાખોની કમાણી

“જ્યારે પણ હું રજાઓ દરમિયાન ભારત આવતો ત્યારે હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટેના વિચારો અને સ્થળો શોધતો હતો. આખરે, મને સમજાયું કે જ્યાં સુધી હું ભારત પાછો નહીં જાઉં ત્યાં સુધી તે કામ કરશે નહીં. તેથી, મેં 2018માં અમેરિકામાં મારી બેન્કની નોકરી છોડી દીધી અને મારા વતન સાલેમમાં પરત ફર્યો.'' કિરુ મૈક્કાપિલ્લાઈ કહે છે.

આ યુવક આજે ખેડૂતોને ઓર્ગેનિક હળદરની ખેતીમાં કરાવી રહ્યો છે લાખોની કમાણી
Jalkruti Mehta
| Edited By: | Updated on: Mar 03, 2022 | 4:27 PM
Share

‘મેં ઓર્ગેનિક હળદર (Organic Turmeric) વેચવા અને ખેડૂતોને તેમની આવક બમણી કરવામાં મદદ કરવા યુએસમાં (USA) મારી નોકરી છોડી દીધી છે’. આ શબ્દો છે તમિલનાડુના (Tamil Nadu) સાલેમના (Salem) કિરુ મૈક્કાપિલ્લઈના, જે તેમના સ્ટાર્ટઅપ ‘ધ ડિવાઈન ફૂડ્સ’ (The Divine Foods) દ્વારા ઓર્ગેનિક હળદરમાંથી બનાવેલી ‘મેઈડ ઇન ઈન્ડિયા’ (Made in India) અંતર્ગત પ્રોડક્ટ્સનું ઓનલાઈન સેલિંગ કરે છે. જ્યારે કિરુ મૈક્કાપિલ્લાઈએ ભારતમાં તેમનું એન્ટરપ્રાઈઝ શરૂ કરવા માટે અમેરિકામાં તેમની સારી વેતનવાળી નોકરી છોડી દીધી, ત્યારે તેમના માતા-પિતાને તેમની કુશળતા અંગે સવાલ પેદા થયેલા. પરંતુ તેમના આશ્ચર્યની વચ્ચે, કિરૂએ તમિલનાડુની બહાર જઈને હોમગ્રોન ઓર્ગેનિક ફૂડ બ્રાન્ડ શરૂ કરી. કિરુએ બાળપણથી જ ઉદ્યોગસાહસિક બનવાનું સપનું જોયું હતું.

એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી અને સોફ્ટવેર કંપનીમાં થોડા વર્ષો કામ કર્યા પછી, કિરુએ 2013 માં યુ.એસ.માં મેસેચ્યુસેટ્સ ડાર્ટમાઉથ યુનિવર્સિટીમાંથી MBA પૂર્ણ કરીને અમેરિકન બેંકમાં નોકરી સ્વીકારી.

“જ્યારે પણ હું રજાઓ દરમિયાન ભારત આવતો ત્યારે હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટેના વિચારો અને સ્થળો શોધતો હતો. આખરે, મને સમજાયું કે જ્યાં સુધી હું ભારત પાછો નહીં જાઉં ત્યાં સુધી તે કામ કરશે નહીં. તેથી, મેં 2018માં અમેરિકામાં મારી બેન્કની નોકરી છોડી દીધી અને મારા વતન સાલેમમાં પરત ફર્યો.” કિરુ મૈક્કાપિલ્લાઈ કહે છે.

તેઓ આગળ જણાવે છે કે, “જ્યારે હું અમેરિકામાં હતો, ત્યારે મને બજારમાં ઘણી બધી ‘મેઇડ ઈન ઈન્ડિયા’ એગ્રો પ્રોડક્ટ્સ બહેતર ગુણવત્તા સાથે જોવા મળતી હતી. મેં અહીં ભારતમાં અને બહારના બજારમાં આ ઉત્પાદનોનો વિશાળ અવકાશ જોયો. સાલેમ તમિલનાડુનું એક નાનું શહેર છે, પરંતુ મને લાગે છે કે ત્યાં આ ક્ષેત્રમાં ઘણો બધો વિકાસ થઈ શકે છે. અંતે, મેં એક કૃષિ ઉત્પાદનના વિકાસની સંભવિતતા શોધી કાઢી જે વર્ષોથી મારા વતનમાં ઉગાડવામાં આવે છે – એ છે સાલેમ હળદર. તેથી મેં તેમાંથી ઉચ્ચ-ગુણવત્તાવાળી મેઇડ ઇન ઈન્ડિયા પ્રોડક્ટ્સ બનાવવાનું નક્કી કર્યું.”

”આ માટે, અમારી એન્ટરપ્રાઇઝે સેલમમાં હળદરના કેટલાક સ્થાનિક ખેડૂતો સાથે જોડાણ કર્યું છે. અમે સ્થાનિક ખેડૂતો પાસેથી સીધી હળદર મેળવીએ છીએ, જેનાથી તેમને બજારો શોધવામાં મદદ મળે છે.”

ડિસેમ્બર 2019માં શરૂ કરાયેલું કિરુનું આ સ્ટાર્ટઅપ, ધ ડિવાઇન ફૂડ્સ, ભારત અને અન્ય કેટલાક દેશોમાં તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કિરુએ તેની અમેરિકાની નોકરીમાંથી કરેલી બચત તેના સ્ટાર્ટઅપને શરૂ કરવા માટે વાપરી હતી, અને હવે તેની એન્ટરપ્રાઈઝ કરોડોમાં ટર્નઓવર મેળવે છે.

‘ધ ડિવાઇન ફૂડસની શરૂઆત’ – કિરુ કહે છે, “સાલેમ હળદરમાં લગભગ 2.5 ટકાથી 3 ટકા કર્ક્યુમિન હોય છે. સામાન્ય રીતે હળદર તેના ઔષધીય ફાયદાઓ માટે જાણીતી છે. તે એન્ટીઑકિસડન્ટસ ધરાવે છે અને તેમાં બળતરા વિરોધી, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે. આ ગુણો કેન્સરને રોકવામાં પણ મદદ કરી શકે છે. હળદર આધારિત ઉત્પાદનો બજારમાં પહેલેથી જ જો કે ઉપલબ્ધ તો હતા જ, પરંતુ તેણી ગુણવતા ખૂબ નબળી હતી. મોટાભાગના વેપારીઓ હળદરની બનવટોમાં ખૂબ જ ભેળસેળ કરતા હતા.”

Organic Turmeric Farms

તેણે તેના એન્ટરપ્રાઈઝનું નામ ધ ડિવાઈન ફૂડ્સ શા માટે રાખ્યું તે વિશે વાત કરતાં કિરુ કહે છે કે, “દરેક ભારતીય રસોડામાં હળદર મુખ્ય ઘટક હોવા ઉપરાંત, હળદર એક એવો મસાલો છે જે પવિત્ર પણ છે કારણ કે તેનો ઉપયોગ મંદિરોમાં થાય છે. આ ઉપરાંત, તેમાં ઘણા ઔષધીય ગુણો છે જે તેને વધુ દૈવીય ઘટક બનાવે છે. આ માટે મેં મારી બ્રાન્ડનું નામ ધ દિવાઇન ફૂડ્સ રાખ્યું છે. અમે તમિલનાડુના મૂળ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો સાથે કામ કરીએ છીએ અને તેમને વાજબી અને નિશ્ચિત કિંમત ચૂકવીને ઉચ્ચ ગુણવત્તાવાળી હળદરની ખરીદી કરીએ છીએ. ઉત્પાદનની ગુણવત્તા અને વિવિધતાને આધારે કિંમત નક્કી કરવામાં આવે છે.”

રાજ નામનો સ્થાનિક ખેડૂત જણાવે છે કે, ”તે હાલમાં હળદરની બનાવટો માટે બજારમાંથી પ્રતિ કિલો રૂ. 70 કમાય છે અને ધ ડિવાઇન ફૂડ્સમાંથી તેમની કમાણી રૂ. 120 પ્રતિ કિલો છે.”

કિરુ ઉમેરે છે, “મને આનંદ છે કે હું ખેડૂતોને સ્થિર બજાર શોધવામાં મદદ કરી શક્યો. અત્યારે અમારી પાસે 10 ખેડૂતો છે જેમની પાસેથી હું સતત હળદર ખરીદું છું. શરૂઆતમાં, અમે ખેડૂતો પાસેથી ફક્ત સૂકી હળદર મેળવતા હતા અને પછી તેને પીસવા માટે મોકલતા હતા. પરંતુ હવે અમે થોડા ખેડૂતોને હળદર પાવડર બનાવવા માટે રોક્યા છે. બાકીના ઉત્પાદનો થર્ડ પાર્ટીની મદદથી બનાવવામાં આવે છે. અમે તેમને જરૂરી તમામ કાચો માલ અને મશીનરી પ્રદાન કરીએ છીએ અને તેઓ અમારા માર્ગદર્શન હેઠળ તમામ ઉત્પાદનો બનાવે છે.’

કિરુ કહે છે, “અમારી પાસે હળદર આધારિત ઉત્પાદનોની લાંબી સૂચિ નથી, પરંતુ અમે ઓર્ગેનિક હળદર પાવડર, હાથથી બનાવેલ કર્ક્યુમિન સાબુ, ગોલ્ડન મિલ્ક લેટે અને મલ્ટિ પર્પઝ રેશ બામ જેવી પ્રોડક્ટ્સ બનાવી છીએ. જેમાંથી, બેસ્ટ સેલ્સર્સમાં ગોલ્ડન મિલ્ક લેટે, રેડી ટુ યુઝ હલ્દી ડ્રિંક અને કર્ક્યુમિન સાબુ છે. આ ઉપરાંત, અમે ઓર્ગેનિક મધયુક્ત પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરીએ છીએ.”

The Divine Foods Products

ધ ડિવાઈન ફૂડ્સ તેમની પ્રોડક્ટ્સ તેમની વેબસાઈટ દ્વારા તેમજ એમેઝોન દ્વારા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશોમાં પણ વહેંચે છે.

કિરૂ કહે છે કે, “અમને યુએસ એફડીએની મંજૂરી મળી છે અને અમે અમેઝોન દ્વારા યુએસ અને યુકેમાં અમારા ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છીએ. કેનેડા, ઑસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં અમે રિટેલ ચેઇન દ્વારા તેનું વિતરણ કરીએ છીએ. અમે યુએસ અને યુકેમાં અમારા ઉત્પાદનોના માર્કેટિંગ માટે એક પણ પૈસો ખર્ચ્યો નથી. તેમ છતાં, અમે તેમના બજારમાં જગ્યા શોધી શકીએ છીએ અને વેચાણ સારું થઈ રહ્યું છે. હવે અમારું વાર્ષિક ટર્નઓવર સરેરાશ રૂ. 1 કરોડ છે,” તે સ્મિત સાથે તેની વાત પૂર્ણ કરે છે. કિરૂ સૌથી વધુ ખુશ એ બાબતથી છે કે આ તમામ બાબતોમાં તેના માતા- પિતાનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે.

આ પણ વાંચો – Yellow Raisins Farming – ખેડૂતોને કિસમિસનો રેકોર્ડ બ્રેક ભાવ મળ્યો, દ્રાક્ષના પાકના નુકસાનની થશે ભરપાઈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">