Yellow Raisins Farming – ખેડૂતોને કિસમિસનો રેકોર્ડ બ્રેક ભાવ મળ્યો, દ્રાક્ષના પાકના નુકસાનની થશે ભરપાઈ
વિનાશક પૂરના પગલે દ્રાક્ષની વાડીઓને ભારે નુકસાન થયું હતું, જેથી ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે હવે ખેડૂતોનું ધ્યાન કિશમિશના ભાવ અને ઉત્પાદનમાં વધારા પર કેન્દ્રિત છે. અનેક જિલ્લાઓમાં ભારે ઠંડીના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.
કિસમિસના (Yellow Raisins Farming) રેકોર્ડબ્રેક ભાવ મળવાથી તેના બમ્પર વેચાણને લઈને ખેડૂતોની અપેક્ષાઓ વધી ગઈ છે. કિસમિસનું પ્રથમ વેચાણ આજે સવારે રૂ. 311 પ્રતિ કિલોના ભાવે થયું હતું. કિસમિસની હરાજીના પ્રથમ દિવસે 40 ટન કિસમિસ બજારમાં પહોંચી ગઈ છે. દ્રાક્ષના (Grapes Farming) પાકમાં આ વર્ષે અને ગત વર્ષે પણ ઘણું નુકસાન થવાથી ખેડૂતોમાં કિસમિસના બમ્પર વેચાણની આશા વધી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્રાક્ષ એ ઉત્પાદન અને લણણીની દ્રષ્ટિએ ઘણો મોંઘો પાક ગણાય છે.
મહારાષ્ટ્રના સોલાપુર એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ માર્કેટની (Solapur APMC) સરખામણી હવે એશિયાના સૌથી મોટા કૃષિ બજાર લાસલગાંવ (Lasalgoan) સાથે કરવામાં આવી રહી છે, કારણકે સોલાપુર કૃષિ બજારમાં છેલ્લા 2 મહિનાથી ડુંગળીના (Onions) પાકની બોલી પણ વિક્રમજનક રીતે નોંધાઈ છે. દ્રાક્ષનો પાક અત્યારે અંતિમ તબક્કામાં છે, ત્યારે આજે સવારે કિસમિસની કિંમત રૂપિયા 311 પ્રતિ કિલોગ્રામ આસપાસ રહી છે. કિસમીસના રેકોર્ડબ્રેકિંગ ભાવ મળવાથી ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે, અને દ્રાક્ષના પાકમાં ગયેલા નુકસાનની ભરપાઈ થવાની આશા વ્યક્ત કરી છે. કિસમિસનો પાક મોટાભાગે નાસિક અને સાંગલી ખાતેથી આવ્યો હતો.
વિનાશક પૂરના પગલે દ્રાક્ષની વાડીઓને ભારે નુકસાન થયું હતું, જેથી ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે હવે ખેડૂતોનું ધ્યાન કિશમિશના ભાવ અને ઉત્પાદનમાં વધારા પર કેન્દ્રિત છે. અનેક જિલ્લાઓમાં ભારે ઠંડીના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.
દ્રાક્ષના પાકમાં નુકસાનીને પગલે કિસમિસના વેચાણ માટે ખેડૂતો ઉત્સાહિત –
દ્રાક્ષના પાકના વાવેતરથી લઈને તેની લણણી સુધી ખેડૂતોને ખૂબ ખર્ચો સહન કરવો પડ્યો હતો. ગત વર્ષ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે પૂરને પગલે ખેડૂતોને બધો જ પાક ધોવાઈ ગયો હતો. આ વર્ષે મહારાષ્ટ્રમાં ભારે ઠંડીના કારણે પણ દ્રાક્ષ ખરી ગઈ હતી. આ માટે ખેડૂતો હવે દ્રાક્ષને બદલે કિસમિસ ની નિકાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
હવે બજારમાં દર ગુરુવારે સોદો થશે-
સોલાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ હેઠળના જિલ્લામાંથી બારસી, પંઢરપુર, દક્ષિણ સોલાપુરમાં કિસમિસનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. અગાઉ ખેડૂતોને સાંગલી, તાસગાંવની બહારના બજારમાં કિસમિસનું વેચાણ કરવું પડતું હતું, પરંતુ હવે દર ગુરુવારે સોલાપુરના કૃષિ બજારમાં કિસમિસના વેચાણની જાહેરાત કરવામાં આવી છે. બજાર સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય વિજય કુમાર દેશમુખે ખેડૂતોને કિસમિસના ભાવો નક્કી કરવા જણાવ્યું છે, અને આ સાપ્તાહિક બજારો લાભ લેવા માટે અનુરોધ પણ કર્યો છે.
આ પણ વાંચો – Happy Birthday : સુંદરતાની સાથે સાથે શ્રદ્ધા કપૂર એક પ્રતિભાશાળી અભિનેત્રી છે, આ રહ્યું તેની શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ