AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: પ્રગતિશીલ ખેડૂતે ખેતીની અદ્યતન ટેકનોલોજી અપનાવી આવકમાં કર્યો અઢી ગણો વધારો

ખેડૂતો તેમના પાકના સારા ભાવ મેળવવા માટે હવે વહેલી પાકતી જાતોની ખેતી કરી રહ્યા છે. આ સાથે તેઓ મિશ્ર ખેતી અને સંતુલિત ખાતરનો ઉપયોગ કરીને વધુ સારા પરિણામો મેળવી રહ્યાં છે.

Success Story: પ્રગતિશીલ ખેડૂતે ખેતીની અદ્યતન ટેકનોલોજી અપનાવી આવકમાં કર્યો અઢી ગણો વધારો
Progressive Farmer
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 3:16 PM
Share

દેશમાં ખેડૂતોની આવક બમણી (Double Farmers Income) કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓની સાથે સાથે ખેતીની નવી ટેકનિક અને નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. જેનો લાભ ખેડૂતોને પણ મળી રહ્યો છે. નવી ટેકનોલોજી અને પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ખેડૂતો તેમના પાકના સારા ભાવ મેળવવા માટે હવે વહેલી પાકતી જાતોની ખેતી કરી રહ્યા છે. આ સાથે તેઓ મિશ્ર ખેતી અને સંતુલિત ખાતરનો ઉપયોગ કરીને વધુ સારા પરિણામો મેળવી રહ્યાં છે.

બિહારના કૈમુર જિલ્લાના રામચેલા સિંહ પણ આવા જ એક ખેડૂત છે જે નવી ટેકનિક અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ સાથે તેઓ પોતાની આવક બમણી કરવામાં સફળ રહ્યા છે. તેઓ કર્મનાશા નદીના કિનારે 2.4 હેક્ટર જમીનમાં ખેતી કરે છે. તેથી તેમની પાસે મર્યાદિત સંસાધનો હોવા છતાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. રામચેલા સિંહ અગાઉ પરંપરાગત રીતે ડાંગર, મકાઈ, તલ, ચણા, સરસવ અને બટાકાની ખેતી કરતા હતા. આ પછી તેમને તાલીમ અને એક્સપોઝર વિઝિટ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કૈમુરની મુલાકાત લેવાની તક મળી.

તાલીમ મેળવ્યા બાદ આવ્યો બદલાવ

તાલીમ મેળવ્યા પહેલા અને પછી તેમની ખેતી પદ્ધતિમાં ઘણો બદલાવ આવ્યો છે. ખેતીની નવી પદ્ધતિઓ શીખ્યા બાદ હવે તેઓ વધુ સારી રીતે ખેતી કરે છે. આ કારણે તેમની કમાણી હવે અઢી ગણી થઈ ગઈ છે. તાલીમ મેળવ્યા બાદ હવે રામચેલા સિંહ બજારની માગને આધારે ખેતી કરે છે. તેઓ શંકર જાતના બીજનો ઉપયોગ કરે છે.

આ સાથે, તેઓ હવે વહેલા પાકતા ચણાની ખેતી કરે છે અને મૂળાની સાથે ગાજરની મિશ્ર ખેતી કરે છે. એટલું જ નહીં, હવે તેઓ સંતુલિત માત્રામાં ખાતરનો ઉપયોગ કરે છે, બિયારણની સુધારેલી જાતનો ઉપયોગ કરે છે, સમયસર સિંચાઈ અને રોગ-જીવાત વ્યવસ્થાપનને કારણે તેમની કમાણી વધી છે.

વટાણાની ખેતીમાંથી મેળવ્યો નફો

એડવાન્સ એગ્રીકલ્ચરના સમાચાર અનુસાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત ડૉ. સુરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે રામચેલા સિંહે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વટાણાની હાઇબ્રિડ જાતની વાવણી કરી હતી. ત્યારબાદ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમાં તેમણે સારા ભાવે વટાણા વેચીને 60 હજારથી વધુનો નફો કર્યો હતો. તેવી જ રીતે તેમણે ગાજર અને મૂળાની મિશ્ર ખેતીમાં પણ કમાણી કરી છે.

રામચેલા સિંહને જોઈને ખેડૂતો પ્રોત્સાહિત થયા

રામચેલા સિંહની કમાણી અને સફળતા જોઈને નજીકના ખેડૂતો પણ ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. આ સાથે તેઓ વટાણાની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. તેમની આસપાસના ચારથી પાંચ ખેડૂતો તેમની પાસેથી ખેતીની પદ્ધતિઓ શીખીને તેમની આવકમાં વધારો કર્યો છે. રામચેલા સિંહ દ્વારા કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા વધુ સારા કામ માટે, બિહાર કૃષિ યુનિવર્સિટી, સબૌરને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Video: શખ્સે કર્યો એવો ખતરનાક સ્ટંટ જોઈને જ પરસેવો વળી જાય, લોકોએ કહ્યું આ ટ્રાઈ ન કરાય

આ પણ વાંચો: ઔષધીય છોડની ખેતી ખેડૂતો માટે બની રહી છે આવકનો મોટો સ્ત્રોત, સરકાર તરફથી પણ મળી રહી છે મદદ

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">