સોયાબીનની ખેતી કરતા ખેડૂતો ઓછા વરસાદને કારણે ચિંતિત, ઉત્પાદનને થઈ શકે છે અસર

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોયાબીન રિસર્ચ, ઈન્દોરના કૃષિ વૈજ્ઞાનિક ડો. બી.આર. દુપારેએ જણાવ્યું હતું કે, સોયાબીનના પાકને ભેજની જરૂર છે, જે સિંચાઈ દ્વારા જ પૂરી પાડી શકાય છે. જે ખેડૂતો પાસે સિંચાઈના સાધનો છે તેમને ચોક્કસપણે પાણી આપવું જોઈએ. વધુ પડતી તિરાડો પછી પાણી આપવાથી નુકસાન થશે. અમારી સંસ્થામાં પણ સોયાબીનના પાકમાં સિંચાઈ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી સોયાબીનના પાકને બહુ નુકસાન થયું નથી.

સોયાબીનની ખેતી કરતા ખેડૂતો ઓછા વરસાદને કારણે ચિંતિત, ઉત્પાદનને થઈ શકે છે અસર
Soybean Farming
| Edited By: | Updated on: Aug 31, 2023 | 8:18 PM

આ દિવસોમાં વરસાદ (Rain) ખેંચાતા સોયાબીનની ખેતી (Soybean Farming) કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સોયાબીનનું વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતોએ મોંઘા ભાવે નવી જાતોની ખરીદી કરીને વાવણી કરી હતી. પાકને જીવાતો અને રોગોથી બચાવવા માટે પણ ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેના કારણે ખર્ચમાં વધારો થયો છે.તેથી વરસાદ ઘટના કારણે સોયાબીનના ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે.

ખેડૂતોને હાલાકી ભોગવવી પડશે

મધ્યપ્રદેશના ઈન્દોર જીલ્લાના દેપાલપુર અને આસપાસના વિસ્તારોમાં ઘણા દિવસોથી વરસાદના અભાવે સોયાબીનનો પાક નબળો પડી રહ્યો છે. સોયાબીનની શરૂઆતની જાતોમાં દાણા નબળા હોય છે અને મોડી જાતોમાં ફૂલો ખરી પડે છે. આકરા સૂર્યપ્રકાશને કારણે જમીનમાં તિરાડો દેખાવા લાગી છે. જો હજુ પણ વરસાદ નહીં પડે તો સોયાબીન ઉત્પાદક ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડશે.

વરસાદના અભાવે ઘણું નુકસાન થશે

ખેડૂત કલબના પ્રમુખ મનોહર ઠાકોર બીરગોડાએ કૃષક જગતને જણાવ્યું હતું કે, ગામમાં પાક ઘણો સારો છે, ઉત્પાદન પણ સારું થયું હોત, પરંતુ વરસાદના અભાવે ઘણું નુકસાન થશે. હરિઓમ સોનગરાએ જણાવ્યું હતું કે, આ ચિંતાનો વિષય છે. પહેલેથી જ અડધું નુકસાન થયું હતું, હવે વરસાદ ન થવાથી સંપૂર્ણ નુકસાન થશે.

પાણીના અભાવે પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો

આ ઉપરાંત અન્ય એક ખેડૂતે જણાવ્યું કે મારા સિવાય ઘણા ખેડૂતો છે જેમને સોયાબીનનું વાવેતર કર્યું છે અને પાણીના અભાવે પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો છે. સોયાબીનના પાકમાં અનેક પ્રકારના રોગો થશે અને ઉત્પાદનમાં ભારે ઘટાડો થશે. જળસંકટના કારણે રવિ સિઝનમાં પણ તેની અસર જોવા મળશે.

આ પણ વાંચો : Success Story: બટાટા, ડુંગળી અને ટામેટા છોડીને ખેડૂતે શિંગોડાની ખેતી શરૂ કરી, હવે વર્ષે કમાય છે 15 લાખ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોયાબીન રિસર્ચ, ઈન્દોરના કૃષિ વૈજ્ઞાનિક ડો. બી.આર. દુપારેએ જણાવ્યું હતું કે, સોયાબીનના પાકને ભેજની જરૂર છે, જે સિંચાઈ દ્વારા જ પૂરી પાડી શકાય છે. જે ખેડૂતો પાસે સિંચાઈના સાધનો છે તેમને ચોક્કસપણે પાણી આપવું જોઈએ. વધુ પડતી તિરાડો પછી પાણી આપવાથી નુકસાન થશે.

અમારી સંસ્થામાં પણ સોયાબીનના પાકની વિવિધ જાતોમાં સિંચાઈ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી સોયાબીનના પાકને બહુ નુકસાન થયું નથી. જો વરસાદ પડે તો પણ સોયાબીનને થોડો ફટકો પડી શકે છે. પાક થોડો પીળો થઈ જાય છે, જે બાદમાં ઠીક પણ થઈ જાય છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો