પશુપાલકોને ચોમાસામાં પશુ આહાર અને ખાણદાણ સંબંધિત થતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ

દુધાળ પશુઓને બારેમાસ લીલો મિશ્ર ઘાસ ચારો તથા ખાણદાણ જરૂરી પ્રમાણમાં મળી રહે તે આવશ્યક છે. ચોમાસા દરમ્યાન દુધાળ પશુઓને નિભાવવામાં પડતી કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે.

પશુપાલકોને ચોમાસામાં પશુ આહાર અને ખાણદાણ સંબંધિત થતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ
પશુ આહાર અને ખાણદાણ સંબંધિત થતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ

દુધાળ પશુઓને (Cattle) બારેમાસ લીલો મિશ્ર ઘાસચારો (Fodder) તથા ખાણદાણ જરૂરી પ્રમાણમાં મળી રહે તે આવશ્યક છે. ચોમાસા (Monsoon) દરમ્યાન દુધાળ પશુઓને નિભાવવામાં પડતી કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે.

1. ઘાસચારો કાપણી / વાઢવામાં મજુરોને મુશ્કેલી પડતી હોય છે.

2. ઘાસચારો વહન કરી ગૌશાળા સુધી લાવવામાં પણ તકલીફ પડે છે.

3. ભીનો ઘાસચારો પશુઓ ઓછા પ્રમાણમાં પસંદ કરે છે. જેની સીધી અસર રૂપે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

4. ભારે વરસાદને પરીણામે ઘાસચારાનો ઉભો પાક આડો પડી જતા પાણી ભરાયેલ ખેતરમાં કોહવાઈ જાય છે. જે પશુઓ માટે ખાવાલાયક રહેતો નથી. તેથી ખેતરોમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી લેવી.

5. ગમાણમાં ભેજને કારણે દાણ ચોંટી રહેંતા ગમાણમાં ફુગ પેદા થાય છે. તેમજ દાણના કોઠારમાં પણ ભેજનું પ્રમાણ વધતા ફુગ જન્ય રોગોનું પ્રમાણ વધવાની શકયતા રહે છે.

6. ચોમાસા દરમ્યાન ચરીયાણ – ઘાસ ભીનું હોવાથી પશુઓ (ખાસ કરીને ગાયો) ચરવાનું પસંદ કરતા નથી.

7. ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદ બાદ, ચોમાસુ ખેંચાતા ચરિયાણ ઘાસમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધે છે, તેથી વચ્ચેના સમયમાં પશુઓને ચરાવવાનુ ટાળવું જોઈએ વળી ત્યારબાદ વરસાદ પડેતો પણ હાનીકારક તત્વોનું પ્રમાણ વધુ રહેતા પશુઓના સ્વાસ્થ માટે જોખમ રૂપ હોય છે.

8. જુવાર-બરૂ જેવા ઘાસ ચારામાં શરૂઆતમાં પાંદડા સ્વરૂપે વૃધ્ધ ખુબ થાય છે, પરંતુ સૂર્ય-પ્રકાશના અભાવે તેમાં ઝેરી એસીડનું પ્રમાણ પણ વધે છે. તેથી અપરીપકવ (વાવણીના 40 થી 50 દીવસ પહેલા કે નીંગળ્યા પહેલા) જુવાર કે બરૂ ખવડાવવાથી પશુઓમાં મીણો ચડે છે તથા તે આફરો ચડતા મૃત્યુ પામે છે. જેથી જુવાર-બરૂ પરિપકવ થાય ત્યારે (નિંઘળ્યા બાદ) જ અને જો શકય હોય તો સુકા ચારા સાથે મિશ્ર કરીને ખવડાવવા જોઈએ.

9. અગાઉથી આયોજન કરીને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનાં સંજોગોમાં પશુઓના ઘાસચારાની તકલીફ ન પડે તે માટે સુકા ઘાસચારાનો યોગ્ય માત્રામાં સંગ્રહ કરી રાખવો જોઈએ અને આ ઘાસ ચારો પણ ચોમાસા દરમ્યાન બગડે નહી તેની કાળજી લેવી.

10. ચોમાસા દરમ્યાન ચરીયાણમાં સર્પદંશની ઘટનાઓ બનવાની શકયતા વધી જાય છે. તેથી આવા બનાવો ન બને તેવી જગ્યાએ ચરીયાણ કરાવવું જોઈએ.

Click on your DTH Provider to Add TV9 Gujarati