AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Precision farming: નવા યુગની આધુનિક પદ્ધતિ પ્રિસિઝન ફાર્મિંગ, આ ખેતીમાં ખેડૂતોને થાય છે મહત્તમ નફો

ટેકનોલોજી ખેડૂતોને પાક ઉત્પાદન અને સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે. પ્રિસિઝન ફાર્મિંગ પણ નવા યુગની ખેતી માટે એક એવી જ પદ્ધતિ છે.

Precision farming: નવા યુગની આધુનિક પદ્ધતિ પ્રિસિઝન ફાર્મિંગ, આ ખેતીમાં ખેડૂતોને થાય છે મહત્તમ નફો
Precision farming (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 11:28 AM
Share

ટેક્નોલૉજીકલ પ્રગતિ આપણા બધાના જીવનમાં એટલી બધી વણાઈ ગઈ છે કે તેના વિના આપણા જીવનની કલ્પના કરવી કદાચ મુશ્કેલ છે. જો ખેડૂતો (Farmers) પણ ખેતીમાં આવી જ ટેક્નોલોજી (Technology)નો ઉપયોગ કરે તો તેમની ઘણી બધી સમસ્યાઓનો અંત આવશે. એક અંદાજમાં એવું કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં વિશ્વની વસ્તી 10 અબજને પાર કરી જશે. આવી સ્થિતિમાં ભારત પાસે કૃષિ ઉત્પાદનના મામલામાં પણ પોતાની પકડ વધુ મજબૂત બનાવવાની તક છે.

ખેડૂતોના ઉત્પાદન અને આવક વધારવા માટે નવી પ્રકારની ખેતી ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે. આને પ્રિસિઝન ફાર્મિંગ (Precision farming) કહેવાય છે. આજે અમે તમને આ ખેતી વિશે ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ મળી રહી છે.

પ્રિસિઝન ફાર્મિંગ શું છે?

સૌ પ્રથમ, ચાલો જાણીએ કે પ્રિસિઝન ફાર્મિંગ શું છે. આ પછી જાણીશું કે આ નવા જમાનાની ખેતીમાં શું કરવાનું છે અને પડકારો શું છે. પ્રિસિઝન ફાર્મિંગ એ એક પ્રકારની ખેતી મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેમાં ખેતીના દરેક સ્તરે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. બિયારણ, ખાતર અને ખેતીની જમીન વિશે યોગ્ય સમજ અને તે મુજબ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેત પદ્ધતિમાં ટેક્નોલોજીની મદદથી ખેડૂતો ખેતી અંગે યોગ્ય નિર્ણયો લઈ શકે છે, તેમને નસીબના સહારે બેસવું નથી પડતું.

પાકને લગતી દરેક નાની-મોટી માહિતી મળે છે

આવી ટેક્નોલોજીના ઉપયોગથી ખેતીના વધતા ખર્ચ અને કુદરતી આફતોને કારણે થતા નુકસાનને પણ ટાળી શકાય છે. તે પર્યાવરણ પર પ્રતિકૂળ અસરો ઘટાડવામાં પણ મદદ કરે છે. પ્રિસિઝન ફાર્મિંગમાં આધુનિક ટેક્નિકલ સાધનોનો ઉપયોગ થાય છે. આમાં સેન્સરની મદદથી પાક, માટી, નીંદણ, કિટકો કે છોડમાં થતા રોગોની સ્થિતિ જાણી શકાય છે. આ તકનીકોની મદદથી પાકમાં દરેક નાના ફેરફારોને ટ્રેક કરી શકાય છે.

1980ના દાયકામાં અમેરિકામાં શરૂ થયેલી આ ટેક્નોલોજી હવે વિશ્વભરમાં અપનાવવામાં આવી રહી છે. નેધરલેન્ડમાં આ ટેક્નિકથી બટાકાની ખેતી કરવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીની મદદથી બટાકાની યોગ્ય ગુણવત્તા અને ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. ખેતીની આ પદ્ધતિથી ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડવા અને નફો વધારવામાં મદદ મળી છે.

પ્રિસિઝન ફાર્મિંગના ફાયદા શું છે?

કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. જમીનનું સ્વાસ્થ્ય બગડતું નથી. પાકને વધુ પડતા રસાયણોની જરૂર પડતી નથી. પાણી જેવા સંસાધનોનો યોગ્ય અને પર્યાપ્ત ઉપયોગ થાય છે. તેનાથી પાકની ગુણવત્તા, ઉત્પાદકતા વધારવામાં મદદ મળી છે. ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. આ પ્રકારની ખેતી ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે.

પડકાર શું છે?

પ્રિસિઝન ફાર્મિંગ પર કરવામાં આવેલા ઘણા સંશોધનો દર્શાવે છે કે આ માટે સૌથી મોટો પડકાર યોગ્ય શિક્ષણ અને નાણાકીય સ્થિતિ છે. ભારતમાં આ ખેતી અંગે સ્થાનિક નિષ્ણાતો, ભંડોળ, આ પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી વગેરેનો અભાવ છે. આ માટે પ્રિસિઝન ફાર્મિંગનો પ્રારંભિક ખર્ચ પણ ઘણો વધારે છે.

આ પણ વાંચો: જૈવિક ખેતી માટે સૌથી જરૂરી છે વર્મી કમ્પોસ્ટ, આ રીતે કરી શકાય છે તૈયાર

આ પણ વાંચો: ટેલેન્ટેડ ટેણીયાઓના Viral વીડિયોએ મચાવી ધૂમ, લોકોને ખુબ પસંદ આવી સિંગિંગ સ્ટાઈલ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">