AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે ફાયદાકારક છે કેન્દ્ર સરકારની આ યોજના, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ ?

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની (Farmers) આવક વધારવા માટે અનેક યોજના બહાર પાડવામાં આવી છે, જે પૈકી એક પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજના પણ છે.

ખેડૂતો માટે ફાયદાકારક છે કેન્દ્ર સરકારની આ યોજના, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ ?
Pradhan mantra krishi udaan yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:15 AM
Share

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. જેથી ખેડૂતોની ( Farmers) પ્રગતિ વિના દેશ પ્રગતિ કરી શકતો નથી. તો બીજી તરફ કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. આ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજના (Pradhan mantra krishi udaan yojana)  પણ આ પૈકી એક છે. જેનો ખેડૂતો લાભ લઇ શકે છે. કૃષિ ઉડાન યોજના પણ એક એવી યોજના છે જેના દ્વારા ખેડૂતોના ઉત્પાદનને સારું બજાર મળશે. જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે.

આવો જાણીએ શું છે પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજના ખેડૂતોને પોતાના ઉત્પાદન વેચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. આ સ્થિતિમાં તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર તો બજાર પહોંચતા પહેલા જ ખેડૂતોનો પાક બગડી જાય છે. જેના કારણે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે. ખેડૂતોને આ નુકશાનથી બચાવવા અને પાકને યોગ્ય સમયે બજારમાં લઇ જવા માટે પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવી હતી.

ગત વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2020-21નું બજેટ રજૂ કરતી વખતે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના 2021માં શરૂ થઈ હતી. યોજના શરૂ કરવા માટે રાષ્ટ્રીય માર્ગ, આંતરરાષ્ટ્રીય માર્ગ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સહકાર લેવામાં આવે છે. આ યોજનાથી ખેડૂતોને કૃષિ પેદાશોના પરિવહનની દિશામાં મદદ કરી રહ્યું છે.

આ ઉત્પાદનોને પણ મળશે લાભો કૃષિ ઉડાન યોજના 2021ની મદદથી ખેડૂતો શક્ય તેટલી વહેલી તકે તેમના બજારોમાં દૂધ અને ડેરી ઉત્પાદનો, માંસ ઉત્પાદનો બજાર સુધી પહોંચી શકે છે. કારણ કે આ કામ હવાઈ માધ્યમથી વધુ ઝડપથી થઇ શકે છે. એટલા માટે સરકારે તેની મદદથી ખેડૂતોને લાભ આપવાનું વિચાર્યું છે.

યોજનાનો લાભ કેવી રીતે લેવો દેશના ખેડૂતો કે જેઓ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓએ આ યોજના હેઠળ નોંધણી કરાવવી પડશે. આ પછી ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. કૃષિ ઉડાન યોજના હેઠળ સરકાર એરલાઇન્સને પણ પ્રોત્સાહિત કરશે. એરપોર્ટનો ઉપયોગ કૃષિ પેદાશોને દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવા માટે કરવામાં આવશે. આ યોજના હેઠળ ફ્લાઇટ્સમાં ઓછામાં ઓછી અડધી બેઠકો સબસિડીવાળા ભાડા પર આપવામાં આવશે.

લાભો મેળવવા માટે પાત્રતા અને દસ્તાવેજની પડશે જરૂર પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજનાનો લાભ લેવા માટે, અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો ફરજિયાત રહેશે. અરજદાર ખેડૂત હોવો જોઈએ, તો જ તેને આ લાભ મળશે. અરજી માટે આધાર કાર્ડ જરૂરી છે. અરજદારે ખેતીને લગતા દસ્તાવેજો બતાવવાના રહેશે. અરજદારે રહેઠાણનો પુરાવો બતાવવો પડશે. આવકનું પ્રમાણપત્ર પણ અરજદારને બતાવવું જરૂરી છે. રેશન કાર્ડ. મોબાઇલ નંબર.

કેવી રીતે અરજી કરવી જે ખેડૂતોએ યોજનાનો લાભ લેવો છે તેઓએ પહેલા યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. તે પછી તમે ત્યાં વિકલ્પ જોશો. જેના પર તમારે આપેલ માર્ગદર્શિકાને અનુસરીને તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. આ પછી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તે પછી સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારી રજીસ્ટ્રેશન પ્રોસેસ પુરી થશે. આ સાથે, મોબાઇલ નંબર વેરિફિકેશન માટે તમારા નંબર પર OTP આવશે. તેના દ્વારા, તમે તમારું આઈડી અને પાસવર્ડ બનાવી શકશો જે પછીથી લોગ ઇન કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો :Punjab Congress: પંજાબમાં કોંગ્રેસનો કેપ્ટન કોણ બનશે? ધારાસભ્ય પક્ષના નેતા તરીકે કોની પસંદગી થશે, સિદ્ધુ સિવાય આ 4 નેતાઓ પણ રેસમાં

આ પણ વાંચો :અફઘાનિસ્તાન મામલે રશિયાએ અમેરિકા પર સાધ્યું નિશાન, પુતિને કહ્યું – અમેરિકન સૈનિકો ઉતાવળમાં નથી પરંતુ આ કારણે ભાગ્યા

દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
g clip-path="url(#clip0_868_265)">