PM Kisan: ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ ? આ તારીખ સુધીમાં આવી શકે છે 13માં હપ્તાની રકમ

લેટેસ્ટ અપડેટ મુજબ 13મો હપ્તો પણ એક મહિનાની અંદર આવી શકે છે. એટલે કે નવા વર્ષે ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે. આ રકમ DBT દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Kisan: ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ ? આ તારીખ સુધીમાં આવી શકે છે 13માં હપ્તાની રકમ
FarmerImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 8:28 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 12 હપ્તાઓ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ, 13મો હપ્તો પણ એક મહિનાની અંદર મોકલી શકાય છે. એટલે કે નવા વર્ષે ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે. આ રકમ DBT દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય

આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવે છે. દર વર્ષે સરકાર ખેડૂતોને 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.

જો આમ નહીં થાય તો બેંક ખાતામાં 2 હજાર રૂપિયા નહીં આવે

જે ખેડૂતો ઇ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી નહીં કરાવે તેઓ પીએમ કિસાન યોજનાના હપ્તાથી વંચિત રહેશે. 13મો હપ્તો મેળવવા માટે, PM કિસાન યોજનાની વેબસાઇટની મુલાકાત લઈને શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો. જે ખેડૂતો આવું નહીં કરે તેમના ખાતામાં આ યોજનાની રકમ મોકલવામાં આવશે નહીં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

લાભાર્થીની યાદીમાં તમારું નામ જુઓ

જો તમે PM કિસાન યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોવા માંગો છો, તો તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને લાભાર્થીની યાદીમાં તમારું નામ જોઈ શકો છો. આ માટે તમારે અધિકૃત વેબસાઈટ પર જઈને ફાર્મર્સ કોર્નરની મુલાકાત લેવી પડશે. અહીં તમે Beneficiary Status પર જઈને તમારું નામ ચકાસી શકો છો.

અહીં સંપર્ક કરો

પીએમ કિસાન યોજનાને લગતી કોઈપણ સમસ્યાના કિસ્સામાં, તમે સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો. પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકાય છે. અહીં પણ આ યોજના સંબંધિત તમારી દરેક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે.

ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત

એક મીડિયા અહેવાલ મુજબ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ તેમનું ઇ-કેવાયસી પૂર્ણ કરવું પણ જરૂરી છે. લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, અન્યથા તેઓ યોજનાના લાભોથી વંચિત રહેશે. ખેડૂતો ઈ-કેવાયસી ઓનલાઈન પણ પૂર્ણ કરી શકે છે. પરંતુ આ માટે તેઓએ નજીકના CSC કેન્દ્ર પર જવુ પડશે. અહીં બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા e-KYC અપડેટ કરવા માટે 15 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

ઈ-કેવાયસી લાભાર્થીઓ તેમના મોબાઈલ નંબર પરથી OTP દ્વારા PM કિસાન વેબસાઈટ સાથે તેમના આધારને લિંક કરી શકે છે અથવા નજીકના CSC કેન્દ્રમાંથી બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ-KYC કરી શકે છે જેના માટે તેમણે 15 રૂપિયા ચૂકવવા પડશે. ઇ-કેવાયસી સબમિટ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી, તેમ છતાં તમામ ખેડૂતોએ આગામી હપ્તો મેળવવા માટે તે પૂર્ણ કરવું પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">