ફરી થશે નોટબંધી? 500 રૂપિયાની નોટો બંધ થવાને લઈને સરકારે કરી આ મોટી સ્પષ્ટતા
બેંકોને ATM માં નાની નોટોની સંખ્યા વધારવા માટે કહેવામાં આવ્યું હતું. સરકારે કહ્યું હતું કે બેંકોએ ATM માં 100 અને 200 રૂપિયા જેવી નાની નોટોની સંખ્યા વધારવી જોઈએ. ત્યારબાદ બેંકોએ આ અંગે અમલવારી પણ કરી.

આજકાલ 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માર્ચ 2026 થી ATM માં 500 રૂપિયાની નોટો મળવાનું બંધ થઈ જશે. હવે, શા માટે આવી વાતો વહેતી થઈ છે અને તેમા કેટલુ તથ્ય છે અને સરકારની ફેક્ટ ચેક એજન્સીનું તેના પર શું કહેવુ છે તે વિગતવાર સમજીએ.
ગત વર્ષમાં સરકારે નાની નોટોને વધારવાની વાત કરી હતી. આ મામલે બેંકોને કહેવાયુ હતુ કે ATM માં નાની નોટોની સંખ્યા વધારવામાં આવે . સરકારે કહ્યું હતું કે બેંકોએ ATM માં 100 અને 200 રૂપિયા જેવી નાની નોટોની સંખ્યા વધારવી જોઈએ. ત્યારબાદ, બેંકોએ તેને અમલમાં પણ મૂક્યું. જો કે, આનો અર્થ એવો બિલકુલ નહોતો કે સરકારે 500 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
શું છે હકીકત?
સરકારની ફેક્ટ-ચેક એજન્સીએ સોશિયલ મીડિયા પર ફરતા આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ફેક્ટ-ચેક એજન્સીએ જણાવ્યું હતું કે આ વાતો સંપૂર્ણપણે પાયાવિહોણી છે. સરકારની 500 રૂપિયાની નોટને ડિમોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી, ના તો તેમણે ATM માંથી તેને હટાવવાની કોઈ વાત કરી છે.
RBI to stop ₹500 notes from ATMs by March 2026❓
Some social media posts claim that the Reserve Bank of India will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck:
❌This claim is #fake!
✅ @RBI has made NO such announcement.
✅ ₹500 notes have… pic.twitter.com/F0Y3t0wHSf
— PIB Fact Check (@PIBFactCheck) January 2, 2026
500 રૂપિયાની નોટ લિગલ ટેન્ડર રહેશે, બંદ નથી થવાની
સરકારની ફેક્ટ-ચેક એજન્સી, PIB એ પણ સ્પષ્ટતા કરી હતી કે 500 રૂપિયાની નોટો હજુ પણ લીગલ ટેન્ડર છે, એટલે કે તે પહેલાની જેમ જ વ્યવહાર માટે સંપૂર્ણ રીતે માન્ય છે. સરકારે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતા અપ્રમાણિત અને ભ્રામક ન્યૂઝ પર વિશ્વાસ ન કરો. કોઈપણ માહિતી શેર કરતા પહેલા, તેને સત્તાવાર સ્ત્રોત સાથે ચકાસો. આ પહેલીવાર નથી જ્યારે 500 રૂપિયાની નોટ અંગે આવી અફવાઓ ફેલાઈ હોય. અગાઉ, નોટબંધી અથવા 500 રૂપિયાની નોટ પાછી ખેંચવા અંગે અનેકવાાર દાવા કરવામાં આવ્યા છે, જેને સરકારે ફગાવી દીધા છે. જૂનમાં, PIB એ X પર સ્પષ્ટતા કરી હતી કે માર્ચ 2026 માં કથિત ડિમોનેટાઇઝેશનના દાવા સંપૂર્ણપણે ખોટા છે અને ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.
