ખેડૂતોએ મે માસમાં મગફળી, તલ, કપાસ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યો

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે.

ખેડૂતોએ મે માસમાં મગફળી, તલ, કપાસ અને જુવારના પાકમાં કરવાના થતા ખેતી કાર્યો
File Photo
Follow Us:
| Updated on: May 06, 2021 | 6:56 PM

પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે. તો, ચાલો જાણીએ કે ખેડૂતોએ મે માસમાં મગફળી, તલ, કપાસ અને જુવારના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

મગફળી: * મગફળી ઉપાડ્યા પછી તે મગફળીના જ બીજનું તુરત વાવેતર કરવું નહિ. તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું. * જમીનમાં ભેજ હોય ત્યારે ઉનાળુ મગફળીને ઉપાડી ઢગલા અઠવાડીયું સુકાયા બાદ, પાથરા ફેરવી, ડોડવામાં 8 ટકા ભેજ હો ત્યારે થ્રેસિંગ કરવું. * જમીનમાં ભેજનું પ્રમાણ અને શીદ્રતા જાળવી રાખવી. તે માટે આગલા પાકનાં ઝાડીયા-મુળિયા, કાંકરા વીણી જમીનને ચોખ્ખી કરો. * આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું.

તલ: * ઉનાળુ તલ પીળા પડી જાય પછી કાપણી કરી, ઉભડા કરવા. * તે પછી તલ સુકાઈ જાય ત્યારબાદ ખેરી તલનું ગ્રેડીંગ કરી કોથળા ભરી લેવા. * તલના પાકની કાપણી પાક પીળો પડી જાય ત્યારે કરવી. કાપણી બાદ 7 તથા 15 દિવસે એમ બે વાર ખેરવાની ભલામણ કરવામાં આવે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કપાસ: * જમીનને ખેડ કરી સમતલ બનાવો ઢાળ ઓછો કરો અને આ માસમાં છાણીયું (કમ્પોસ્ટ) ખાતર ચાસમાં ભરી દેવું. * કપાસનું આગોતરું વાવેતર કરવું નહિ. તેમજ વાવેતર પહેલાં જમીનની ચકાસણી કરાવો. * તમારા વિસ્તારમાં જે જાત સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલા મેળવી લેવી. * કપાસનો પાક પૂરો થયા બાદ શેઢા-પાળા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો. * પેરાથીયોન ભૂકી શેઢા-પાળા તેમજ જ્યાં ઢાંલીયા કીટક બેસે છે ત્યાં છંટકાવ કરવો.

જુવાર * દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું. * ઉનાળુ ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">