AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organic Farming: બ્રિટનથી પરત આવીને શરૂ કરી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી, એક વર્ષમા કરે છે 10 લાખ રૂપિયાથી વધારે કમાણી

હાલમાં તે અનેક પ્રકારના પાકની ખેતી કરી રહ્યો છે. તે બાજરી, કપાસ, જીરું અને ઘઉં સહિતના વિવિધ પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત તે 40 પ્રકારના શાકભાજી પણ ઉગાડે છે. મનીષ કહે છે કે, છેલ્લા દોઢ વર્ષમાં તેણે ઓર્ગેનિક ફાર્મિંગ કરીને 15 લાખ રૂપિયાની કમાણી કરી છે.

Organic Farming: બ્રિટનથી પરત આવીને શરૂ કરી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી, એક વર્ષમા કરે છે 10 લાખ રૂપિયાથી વધારે કમાણી
Organic Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 8:11 PM
Share

ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દરેક લોકો વિચારે છે કે તેને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળે અને લાખો રૂપિયાનો પગાર મળે. ઘણા લોકોને દેશમાં જ જોબ મળી જાય છે, તો કેટલાક યુવાનો નોકરી માટે વિદેશ જતા હોય છે, જેથી તેઓ વધુ રૂપિયા કમાઈ શકે. આજે આપણે એક યુવા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે લાખો રૂપિયાનો પગાર છોડી અને બ્રિટનથી ભારત આવ્યો છે. દેશમાં પરત ફર્યા બાદ તેને પોતાના ગામમાં જૈવિક ખેતી (Organic Framing) શરૂ કરી છે.

ઓર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરી

આ યુવા ખેડૂત જૈવિક ખેતી દ્વારા સારી આવક પણ મેળવી રહ્યો છે. ખેતી ઉપરાંત તે હવે અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતીને કેવી રીતે નફાકારક બનાવી શકાય તેની તાલીમ આપી રહ્યો છે. અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તેનું નામ મનીષ શર્મા છે. તે રાજસ્થાનના નાગૌર જિલ્લાનો રહેવાસી છે.

મહિનાનો પગાર 6 લાખ રૂપિયા

ભારત પરત આવ્યા પહેલા તે બ્રિટનમાં એપલ કંપનીમાં નોકરી કરતો હતો. તેનો એક મહિનાનો પગાર 6 લાખ રૂપિયા હતો, એટલે કે વર્ષના 72 લાખ રૂપિયા. તેમ છતા તેના માતા-પિતાની સેવા કરવા અને તેમની સાથે રહેવા માટે મનીષ શર્માએ બ્રિટનમાં નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ પોતાના ગામમાં પાછા આવીને ખેતી શરૂ કરી હતી. ખેતીમાં તેને દોઢ વર્ષથી વધારે સમય થયો છે અને તેમાંથી તેને સારો નફો પણ મળી રહ્યો છે.

મનીષ શર્માએ સ્કૂલનો અભ્યાસ શેઠ કિશનલાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, નાગૌરમાંથી કર્યો છે. ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે MDHSમાંથી BBA કર્યું હતું. મનીષ શર્માએ 3 વર્ષ સુધી CAS કર્યું, પરંતુ તેણે તે છોડી અને કાર્ડિફ યુનિવર્સિટી, યુકેમાંથી IBM, MSC, MBA અને PHD પૂર્ણ કર્યું. ત્યારબાદ મનીષને 72 લાખ રૂપિયાના વાર્ષિક પગાર પર બ્રિટનમાં એપલ કંપનીમાં નોકરી મળી હતી.

આ પણ વાંચો : Paddy Procurement: આ રાજ્યમાં MSP પર ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી, જાણો ખેડૂતો કેવી રીતે કરી શકે છે તેના પાકનું વેચાણ

15 લાખ રૂપિયાની કરી કમાણી

મનીષ કહે છે કે, હાલમાં તે અનેક પ્રકારના પાકની ખેતી કરી રહ્યો છે. તે બાજરી, કપાસ, જીરું અને ઘઉં સહિતના વિવિધ પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત તે 40 પ્રકારની શાકભાજી પણ ઉગાડે છે. મનીષ કહે છે કે, છેલ્લા દોઢ વર્ષમાં તેણે ઓર્ગેનિક ફાર્મિંગ કરીને 15 લાખ રૂપિયાની કમાણી કરી છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">