AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નુકસાન કે ફાયદાઓ? કોરોનાની બીજી લહેરની કૃષિક્ષેત્રે શું પડશે અસર? જાણો નીતિ આયોગે શું કહ્યું

નીતી આયોગના સભ્ય (કૃષિ) રમેશ ચંદે રવિવારે કહ્યું, કોરોનાની બીજી લહેરની અસર ભારતીય કૃષિ ક્ષેત્ર પર નહીં પડે. આ સાથે તેમણે કારણો પર રજુ કર્યા હતા.

નુકસાન કે ફાયદાઓ? કોરોનાની બીજી લહેરની કૃષિક્ષેત્રે શું પડશે અસર? જાણો નીતિ આયોગે શું કહ્યું
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 07, 2021 | 11:31 AM
Share

કોરોનાની અસર ઘણી અલગ અલગ રીતે પડી રહી છે. સામાન્ય લોકોના જનજીવન પર સ્વાસ્થ્યને લઈને તો અસર પડી જ રહી છે. સાથે સાથે આર્થિક પરિસ્થિતિ, નોકરી-ધંધા, અને આવક પર પણ અસર પડી રહી છે. આ વચ્ચે ખેતીને લઈને પણ ચિંતા બની રહી છે. કોરોનાની બીજી લહેરે ખેતી પર કેટલી અસર કરી છે તેને લઈને દેશના સામાન્ય લોકોની ચિંતા બની રહી છે. કેમ કે ખેતીની અસર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે દરેક નાગરિક પર પડે છે.

બીજી લહેરની અસર કૃષિક્ષેત્ર પર નહીં પડે

તમને જણાવી દઈએ કે નીતી આયોગના સભ્ય (કૃષિ) રમેશ ચંદે રવિવારે કહ્યું, કોરોનાની બીજી લહેરની અસર ભારતીય કૃષિ ક્ષેત્ર પર નહીં પડે. તેમણે કહ્યું કે મે મહિનામાં જ્યારે કોરોનાની બીજી લહેર ગામડાઓમાં ફેલાઈ હતી, ત્યારે તે સમયે કૃષિ પ્રવૃત્તિઓ ઓછામાં ઓછી હોય છે.

મે મહિનામાં કૃષિ પ્રવૃત્તિઓ ઓછી

સમાચાર એજન્સી સંસ્થા અનુસાર ચંદે કહ્યું કે મે મહિનામાં કોઈ પાકનું વાવેતર અને પાકની લણણી થતી નથી. ફક્ત થોડા શાકભાજી અને ઋતુ-પાકની ખેતી કરવામાં આવે છે. માર્ચ અથવા એપ્રિલ મધ્ય સુધીમાં કૃષિ પ્રવૃત્તિઓ ટોચ પર હોય છે. તે પછી તેમાં ઘટાડો થાય છે. ચોમાસાના આગમન સાથે આ પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય છે. ચોમાસાના આગમન સાથે પાકની લણણીનો સમય શરુ થાય છે.

2021-22માં વૃદ્ધિ દર ત્રણ ટકાથી વધુ રહેશે

રમેશ ચંદે કહ્યું કે આવામાં જો મેથી જુન મધ્ય વચ્ચે શ્રમિકોની ઉપલબ્ધતા ઓછી રહે છે. જેનાથી કૃષિક્ષેત્રે કોઈ પ્રભાવ નહીં પડે. કૃષિક્ષેત્રે પ્રભાવ વિશે રમેશ ચંદે કહ્યું કે 2021-22માં વૃદ્ધિ દર ત્રણ ટકાથી વધુ રહેશે. પાછલા નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.6 ટકા હતો. તે જ સમયે, ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો.

કઠોળમાં આત્મનિર્ભર કેમ નહીં?

જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત હજી પણ કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર કેમ નથી બન્યું, ચંદે કહ્યું કે સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર છે. આ ઉત્પાદન અને ભાવ સ્થિરતાના મોરચે ઘણું પરિવર્તન લાવશે.

ચોખા, ઘઉં, શેરડીની તરફેણમાં ભારે નમેલી નિતી

રમેશ ચંદે જણાવ્યું હતું કે ભારતમાં અમારી સબસિડી નીતિ, ભાવ નીતિ અને ટેકનોલોજી નીતિ ચોખા, ઘઉં, શેરડીની તરફેણમાં ભારે નમેલી છે. આવી સ્થિતિમાં મારું માનવું છે કે આપણે આપણી પ્રાપ્તિ અને એમએસપી નીતિને કઠોળ માટે અનુકૂળ બનાવવાની જરૂર છે.

આ પણ વાંચો: Covaxin કે Covishield, કઈ વેક્સિનથી બને છે વધુ એન્ટીબોડી? જાણો સ્ટડીમાં શું આવ્યું બહાર

આ પણ વાંચો: ખુશખબર: ત્રીજી લહેર સામે લડવા સરકારે કમર કસી, AIIMS માં બાળકો માટેની વેક્સિનનું ટ્રાયલ શરુ

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">